Western Times News

Gujarati News

ભરૂચમાં શાળાની બાળાના જાતીય શોષણ બદલ આરોપી શિક્ષકને 10 વર્ષની સજા

રૂ.૧.૫૦ લાખનો દંડ અને ભોગ બનનારને ૨ લાખનું વળતર ચૂકવવાનો હુકમ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧ માં ૨૦૧૭ માં અભ્યાસ કરતી બાળકી ઉપર સ્કૂલના પીટી ના શિક્ષકે પોતાની વાસના બાળકી ઉપર સંતોષી ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોય

તે અંગેનો ગુનો દાખલ થયા બાદ સમગ્ર કેસ પોક્સો કોર્ટમાં ચાલી જતા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલો,પુરાવા અને મેડિકલ રિપોર્ટ રજુ કરતા આખરે નફ્‌ફટ શિક્ષકને ૧૦ વર્ષની કારાવાસ,૧.૫૦ લાખનો દંડ અને ૨ લાખનું વળતર ભોગ બનનારને ચૂકવવાનો હુકમ કરતા અન્ય શિક્ષકોમાં ફફડાટ મચી ગયો છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભોગ બનનાર પીડિતા સ્કૂલના ટાઈમ સવારે ૭ઃ૩૦ થી ૧ નો હતો જેથી ફરિયાદી તેની માતા એ તે દિવસે ભોગ બનનારને સવા છ વાગ્યે પ્રાઈવેટ વાનમાં બેસાડી સ્કૂલે જવા માટે મોકલી હતી અને બપોરના આશરે ૨ વાગ્યા પછી ભોગ બનનાર બાળકી ઘરે આવેલ અને બાળકીએ તેની માતાને કહેલ કે મમ્મા એક વાત કહું છું તમે ગુસ્સે નહિ થાવ ને આવી વાત બાળકી સહજ ભાષામાં કહી હતી

અને તે સમયે બાળકી ધોરણ ૧ માં અભ્યાસ કરતી હતી અને બાળકીએ તેની સાથે પીટીના શિક્ષક પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલીયાએ કેરમની કૂકીસ મુકવાનું કીધું પછી પૃથ્વી સરે ભોગ બનનારને હગ કરી ગાલ ઉપર કિસી કરી તેમની પેટની ઝીપ ખોલી પછી બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોવાની કેફિયત બાળકીએ રજુ કરતા આખરે ભોગ બનનારની માતાએ વાત સાંભળી તાત્કાલિક નજીકના પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પૃથ્વીસિંહ દિલીપસિંહ અંબાલીયાની ઘરપકડ કરી સમગ્ર કેસની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં દાખલ કરી કેસ ચાલી જતા ભોગ બનનાર તરફે સરકારી મુખ્ય વકીલ પરેશ પંડયા હાજર થયેલ અને સમગ્ર કેસ ચલાવતા આખરે તમામ સાક્ષીઓ,મેડિકલ રિપોર્ટ તથા અન્ય પુરાવા તથા ધારદાર દલીલો રજુ કરતા આરોપીને દોષિત ઠેરવી ભરૂચના એડિશનલ એન્ડ ડી.સે જજ ઈ.એમ.શેખ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને ૧૦ વર્ષની સખ્ત કારાવાસ ની સજા અને ૧.૫૦ લાખનો દંડ તથા ભોગ બનનારને ૨ લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતા આખરે પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાનો અનુભવ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં ધણી વખત શિક્ષકો ઉપર છેડતીની ફરિયાદ થતી હોય છે અને બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાણકારી હોતી નથી પરંતુ હાલમાં કોર્ટે જે ચુકાદો આપ્યો છે

તેમાં પીટીના શિક્ષક બાળકી સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલાં સાથે ગુપ્તાંગ પણ ટચ કરતા હોય તેવા આક્ષેપોમાં તથા બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય શિક્ષક કરતો હોય તેવા અનેક પુરાવા અને ધારદાર દલીલો રજુ કરતા આખરે પીટીના શિક્ષકને ૧૦ વર્ષની કારાવાસ અને દંડ ફટકારી કોર્ટે સાચા અર્થમાં પીડીતી પરિવારને ન્યાય આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.