Western Times News

Gujarati News

ગોધરાના મુવાડા ગામે કોઝવેનું ધોવાણ થતા સ્થાનિક લોકો જીવના જોખમે જવા મજબૂર

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાના સામલી ગ્રામ પંચાયત ના ઉગમના મુવાડા થી ગોધરા ને જોડતો માર્ગ પર આવેલ મયો નદીના આવેલ કોઝવ નુ ધોવાણ થતા ગ્રામજનો ગ્રામજનો જીવના જોખમે કોઝવે ઉપરથી જવા મજબૂર બન્યા છે. ત્યારે બીજી તરફ ગામના મયો નદી પરનો કોઝવે ભારે વરસાદના વહેણથી ધોવાણ થતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બે વર્ષે પૂર્વે બનાવવામાં આવેલ નદીનો કોઝવે પાણીના ધોવાણ થી ધોવાઈ જતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલ્લી.

ગોધરા અમદાવાદ મુખ્ય હાઇવે નજીક આવેલ સામલી ગામે ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઇ છે. સામલી નજીક આવેલ ઉગમના મુવાડા ગામ થી પસાર થતી મયો નદી પરના આ કોઝવે વરસાદને કારણે ધોવાણ થઈ જતા કામ અર્થ જતા ગ્રામજનો ને અવન જવન કરવા ભારે હાલાકી પડી રહી છે. આ મુખ્ય માર્ગ હોવાથી અન્ય કોઈ વિકલ્પ જ નથી.

જેના કારણે બાળકો ,મહિલાઓ તેમજ અન્ય લોકો હાલ આ નદી ના કોઝવે પરથી જીવ ના જોખમે અવર જવર કરવા મજબૂર બન્યા છે.અંદાજિત ૫ હજારથી વધુ વસ્તી ધરાવતું આ ગામ છે અને આ ગામમાંથી પસાર થવા માટે મુખ્ય આ કોઝવેનો ગ્રામજનો ઉપયોગ કરતા હોય છે જેને લઈને આફત મા વધારો થવા પામ્યો છે. એટલુ જ નહિં જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે પણ ફરજિયાત નદી ઓળંગવાનો વારો આવ્યો છે.

ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સરપંચો અને અન્ય નેતાઓ ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે આવે છે અને મોટી મોટી વાતો કરીને લોભામણિન લાલચ આપીને જતા રહે છે જેને લઈને હાલ અમારી પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે. બે વર્ષ પૂર્વે આ કોઝવેને બનાવવામાં આવ્યો છે પરંતુ જે રીતે ધોવાણ થયું છે તે જોતા ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને સંરપંચ ની ગંભીર બેદરકારી સામે આવી છે. જેને લઇને હાલ તો અમારે આ કોઝવે પરથી જીવના જોખમે જવા મજબૂર બનવું પડ્‌યું છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.