Western Times News

Gujarati News

ફવાદ ખાન-માહિરા ખાનની ‘હમસફર’ ભારતમાં ભજવાશે

મુંબઈ, અત્યાર સુધી એવું મનવામાં આવતું હતું કે ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ છે. તેથી ફિલ્મ, ઓટીટી કે ટીવીમાં કે સંગીતમાં કોઈ પાકિસ્તાની કલાકારો દેખાવાના બંધ થઈ ગયા હતા. પરંતુ લાગે છે કે હવે આ વણલખ્યો પ્રતિબંધ ધીરે ધીરે ઊઠી રહ્યો છે.

પહેલાં ફવાદ ખાનની વેબ સિરીઝ ઝી ફાઇવ પર સ્ટ્રીમ થવાની ખબર આવી, ત્યાર બાદ પ્રભાસની ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેલ સજલ અલી લીડ રોલમાં હોવાની ખબર આવી અને હવે એક નવી ખબર આવી છે, જે મુજબ ફવાદ ખાન અને માહિરા ખાનનો વિશ્વપ્રસિદ્ધ ટીવી શો ‘હમસફર’ ભારતમાં નાટક સ્વરૂપે ભજવવાની તૈયારી થઈ રહી હોવાની વાત સામે આવી છે.

આ ખબર અંગે થિએટર અને ફિલ્મ એક્ટર ઇમરાન ઝાહીદે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું,“અમે પાકિસ્તાનના હમ ટીવીનો આ ફવાદ ખાન અને માહિરા ખાનની ટીવી સિરીયલ હમસફરના નાટ્ય રૂપાંતરણ માટે સંપર્ક કર્યો છે. હાલ અમે હમ ટીવી અને એમડી પ્રોડક્શનના સીઈઓ મોમિના દરૈદ સાથે વાત કરી રહ્યા છીએ, તેમણે જ હમસફર પણ બનાવી હતી.” બંને પક્ષો આ બાબતે સહમત પણ થયા છે.

અમરાને આગળ કહ્યું,“આ નાટક વિનામૂલ્યે ભજવાશે, તેમાં કઈ આર્થિક લાભ લેવાની ગણતરી નથી, તાજેતરના ભારતીય હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર ભારત – પાકિસ્તાન વચ્ચે શાંતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ નાટક ભજવાશે. થોડાં દિવસોમાં આખરી જાહેરાત કરવામાં આવશે.

મારે એ પણ કહેવુ જોઈએ કે આ વાતચીત અને મંજુરીની પ્રક્રિયામાં હમ ટીવીના સ્થાપક અને મોમિનાના સાસુ સુલતાના સિદ્દીકી પણ સામેલ છે.

હું તમારી સાથે આ ખબર અગાઉથી જ શેર કરવા માગતો હતો.” નવેમ્બર ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટ દ્વારા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધની અરજીને સંકુચિત માનસિકતા ગણીને ફગાવી દેવામાં આવી હતી. તેના પરિણામે જ મુંબઈનાં એક ટોચનાં પ્રોડક્શન હાઉસે તાજેતરમાં ફવાદ ખાનને સાઈન કર્યો છે, જેનું શૂટિંગ પૂરું થવામાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.