Western Times News

Gujarati News

AMA દ્રારા શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(એએમએ) દ્રારા શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે “રમણભાઈ પટેલ-એએમએ સેન્ટર ફોર એક્સેલન્સ ઇન એજ્યુકેશન”ની સ્થાપના કરી છે અને ૨૦૦૩થી શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકોને તેમના યોગદાન માટે “શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ” સન્માનિત કરે છે. આ ઉપક્રમે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે એએમએ દ્રારા શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

AMA awarded “Ramanbhai Patel-AMA Shreshtha Shikshak Award 2023” to two Teachers for Excellence in Education

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ “શ્રી રમણભાઈ પટેલ – એએમએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ૨૦૨૩” શ્રીમતી  કૈલાશબેન પ્રભુભાઈ જાદવ, શ્રી કનૈયાબે ગ્રુપ પ્રાથમિક શાળા, ભુજ, કચ્છ અને શ્રીમતી હસ્તી ચંદવાણી, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ, અમદાવાદને ચીફ ગેસ્ટ ડૉ. શમશેર સિંઘ, આઈપીએસ, ડીજીપી અને નિયામક એન્ટી કરપ્શન બ્યુરો, ગુજરાત રાજ્ય; અને ગેસ્ટ ઓફ ઓનર પ્રો. બી.એચ. જાજૂ, આઈઆઈએમ, અમદાવાદ (ભારત) ખાતે ભૂતપૂર્વ પ્રોફેસર અને ડીન; અને આઈટી કન્સલ્ટન્ટ દ્રારા એનાયત કરવામાં આવ્યો હતો.

એએમએના પ્રમુખ ડૉ. સાવન ગોડિયાવાલા અને એએમએના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિવ્યેશ રાડિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે એએમએ ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવવા માટે કટિબધ્ધ છે. વ્યક્તિઓમાં શ્રેષ્ઠતા બહાર લાવવામાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે અને નિરંતર શિક્ષણ આપણા જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

આ અવસર પર એએમએ દ્રારા જાણીતા વરિષ્ઠ ફેકલ્ટી સભ્યો ડૉ. શૈલેષ ઠાકર, શ્રી એસ.વી. મોદી, શ્રી સુહેલ આબિદી અને શ્રી જયેશ ગણાત્રાને તેમના અમૂલ્ય યોગદાન અને એએમએ સાથેના ઘણા દાયકાના લાંબા જોડાણ માટે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.