Western Times News

Gujarati News

શેરબજાર 1017 પોઈન્ટ તૂટ્યો પણ હમણાં જ લિસ્ટેડ થયેલી આ કંપનીના શેર 8.76% વધ્યા

ભારતનું શેરબજાર સતત તેજીના કારણે ઓવરવેલ્યૂ થયું છે?-સેન્સેક્સમાં ૧૦૧૭ પોઈન્ટનો કડાકો -રોકાણકારોના રૂ.પાંચ લાખ કરોડ ધોવાયા

(એજન્સી)મુંબઈ, શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ આજે ૧૦૧૭ પોઇન્ટ તૂટી ૮૦૯૮૧.૯૩ની ઇન્ટ્રા ડે બોટમે પહોંચ્યો હતો. જેના પગલે રોકાણકારોની મૂડીમાં રૂ. ૫.૦૯ લાખ કરોડનું ધોવાણ થયું છે.

તાજેતરમાં જ લિસ્ટીંગ થયેલી પ્રીમિયર એનર્જી કંપનીનો શેર 450 રૂ. માં ઓફર થયો હતો જેને ભાવ લિસ્ટીંગ થતાં જ ડબલ થયો હતો અને શુક્રવારે સેન્સેક્સ 1000 પોઈન્ટ ગગડી જતાં પણ કંપનીના શેરનો ભાવ 8.76 ટકા વધીને 1007 રૂ. પર બંધ થયો હતો. દિવસ દરમ્યાન 1190 ઓલ ટાઈમ હાઈ પણ આ શેરે શુક્રવારે નોંધાવી હતી.

નિફ્ટી પણ ૩૦૦ પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. સેન્સેક્સ ૧૦૧૭.૨૩ પોઇન્ટ તૂટી ૮૧૧૮૩.૯૩ અને નિફ્ટી ૨૯૨.૯૫ પોઇન્ટના કડાકા સાથે ૨૪૮૫૨.૧૫ પર બંધ રહ્યો હતો. મીડકેપ શેર્સમાં ગાબડાં સાથે ઇન્ડેક્સ ૧.૪૧ ટકા તૂટ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં પીએસયુ ઇન્ડેક્સ ૨.૪૮ ટકા, સ્મોલકેપ ૦.૯૬ ટકા, ટેલિકોમ્યુનિકેશન્સ ૩.૨૩ ટકા, પાવર ૧.૩૭ ટકા, ઓટો ૧.૩૦ ટકા, ટૅક્નોલાજી ૧.૨૨ ટકા તૂટ્યો હતો.

https://westerntimesnews.in/news/332104/premier-energies-limited-initial-public-offering-to-open-on-tuesday-august-27-2024/

બીએસઇ ખાતે ટ્રેડેડ ૪૦૩૪ Âસ્ક્રપ્સ પૈકી ૧૪૦૬માં સુધારો અને ૨૫૪૧માં ઘટાડો નોંધાયો હતો. ૨૮૯ શેર્સ વર્ષની ટોચે અને ૩૬ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. ૨૯૭ શેર્સમાં અપર સર્કિટ અને ૨૪૮ શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં ૪ શેર્સ ગ્રીન ઝોનમાં અને તમામ ૨૬ શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. જે માર્કેટ બ્રેડ્‌થ નેગેટિવ રહેવા સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.

રાજનાથ સિંહની જાહેરાત ઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય સૈન્ય દળને હથિયારો સાથે સજ્જ રહેવા અને પાડોશી દેશો પર ચાંપતી નજર રાખવા નિર્દેશ કર્યો છે. જેથી સુરક્ષા મુદ્દે અનેક અટકળો ઊભી થઈ છે. એફપીઆઇ રેગ્યુલેશન્સ ઃ સેબી દ્વારા વિદેશી રોકાણકારો(એફપીઆઇ)ને ભારતમાં રોકાણ કરવા માટે નવા નિયમોનું પાલન કરવું પડશે. જેમાં લાભાર્થી માલિકોની યાદી જાહેર કરવાની ડેડલાઇનનો આજે અંતિમ દિવસ હતો. પરિણામે આ યાદી જાહેર ન કરનારા એફપીઆઇ હવે ભારતમાં રોકાણ કરી શકશે નહીં.

ફેડ રેટ કટ ઃ અમેરિકા આ શુક્રવારે આૅગસ્ટમાં રોજગારીના આંકડાઓ રજૂ કરતો રિપોર્ટ જાહેર કરવાની છે. ત્યારબાદ ૧૮ સપ્ટેમ્બરના રોજ ફેડ રિઝર્વ વ્યાજના દરોમાં ૨૫થી ૫૦ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવી અટકળો છે. જેના પગલે રોકાણકારોએ ખાસ કરીને વિદેશી રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.

ઓવરવેલ્યૂડ માર્કેટ ઃ ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસની સતત તેજીના કારણે માર્કેટ ઓવરવેલ્યૂડ થઈ ચૂક્યા છે. ઘણા શેર્સ તેના પીઈ રેશિયો ૫૦ કરતાં વધ્યો છે. જેના પગલે માર્કેટમાં કરેક્શન અને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. વૈશ્વિક બજારની અસર ઃ ફેડ રેટ કટ મામલે બે મત હોવાના કારણે એશિયન અને યુરોપિયન બજારમાં સાર્વત્રિક વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું.

જેની અસર સ્થાનિક બજાર પર પણ થઈ છે. સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં આવેલા મંદીના માહોલથી નાના રોકાણકારો ગભરાઈ ગયા છે. બજારમાં ચાલી રહેલી મંદીની ચાલને જોતા આગામી સપ્તાહના પ્રથમ દિવસે પણ બજારમાં મંદી અથવા તો સામાન્ય વધઘટ જોવા મળે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.