Western Times News

Gujarati News

સુરત મનપાના સાત ભ્રષ્ટ કોર્પોરેટરોમાંથી સૌથી વધુ લાંચ AAPના કોર્પોરેટરોએ માંગી હોવાનું ધ્યાને આવ્યું

પ્રતિકાત્મક

લાંચ માગવામાં મહિલા કોર્પોરેટરો અવ્વલઃ ભાજપની ર, કોંગ્રેસની ર

(એજન્સી)અમદાવાદ, દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનમાં સુરત મહાનગરપાલિકાને કિલન સીટી તરીકેની નામના મળી છે. અને આમેય સુરત અનેક પ્રકારથી નોખું શહેર તરીકે જાણીતું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકારી તંત્રની જેમ રાજકીય ક્ષેત્રે ભ્રષ્ટાચારના ભોરીગનો ભરડો વકરી ગયો છે.

તાજેતરમાં આમઆદમી પાર્ટીના સુરતના બે કોર્પોરેટરો સામે લાંચ માગવાના ગુના નોધાયા છે. અને એકની ધરપકડ કરી બીજા ફરાર કોર્પોરેટરની શોધખોળ શરૂ કરી છે. ત્યારે પાછલા છ વર્ષમાં સુરત મહાનગરના ૭ કોર્પોરેટરો ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ રીતરસમોમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીના ટ્રેપમાં ફસાઈ ચુકયા છે. આ ૭ પૈકી ભાજપ અને કોગ્રેસના બે-બે મહીલા કોર્પોરેટરોને પણ લાંચ લેતા ઝડપાયા હોવાની વિગતો બહાર આવી છે.

એસીબી, સુરત એકમ દ્વારા વર્ષ ર૦૧૮થી ર૦ર૪ દરમ્યાન સુરત મહાનગરપાલિકાના ૭ કોર્પોરેટર વિરૂધ્ધ એસીબીમાં ગુના નોધાઈ ચુકયા હોવાની ચોકાવનારી માહિતી સામે આવી છે. સૌથી નોધપાત્ર બાબત એ છે કે કોર્પોરેટરોની લાંચ માગવાની ક્ષમતા છ વર્ષમાં રૂ.પ લાખથી વધીને રૂ.૧૦ લાખ સુધી વધી ગઈ છે. એમાં પુરુષ કોર્પોરેટરો જ નહી મહીલા કોર્પોરેટટરો પણ પાછી પાની કીરે એમ નથી એવું લાગે છે.

કે છેલ્લા ૬ વર્ષમાં સુરત એસીબી એકમે કોર્પોરેટ વિરૂધ્ધ નોધેલા ૭ ગુનામાં ૪ મહીલા કોર્પોરેટરોને સમાવેશ થાય છે. કુલ ભાજપના ૩ એમાં બે મહીલા કોગ્રેસના પણ ૩ એમાં બે મહીલા તથા આમઆદમી પાર્ટીના બે મળી કુલ ૭ કોર્પોરેટરન ભ્રષ્ટાચાર એસીબીના ચોપડે નોધાઈ ચુકયો છે.

મોટાભાગના કેસમાં કોર્પોરેટરોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરીકોને ધમકાવીને અને કાયદાનો ડર બતાવીને રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે. વર્ષ ર૦૧૮થી ર૦૧૯ સુધીમાં ભાજપના સુરત મહાનગર પાલિકાના ત્રણ કોર્પોરેટરોએ એક વર્ષ દરમ્યાન કુલરૂપિયા ૬ લાખની લાંચ માગી હતી. કોગગ્રેસના ત્રણ કોર્પોરેટરોએ વર્ષ ર૦૧૯થી ર૦ર૦ સુધીમાં સમય દરમ્યાનમાં કુલ રૂપિયા ૮૦ હજારની લાંચ માંગી હોવાનું એસીબીએ ચોપડે નોધાઈ ચુકયું છે.

બીજી તરફ વર્ષ ર૦ર૪માં સુરત મનપાનાં આમઆદમી પાર્ટીના બે કોર્પોરેટરોએ કોન્ટ્રાકટરોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા ૧૦ લાખની લાંચની માંગણી કરી છે. જેમાં એક કોર્પોરેટરની એસીબીએ ધરપકડ કરી છે. જયાં ફરાર કોર્પોરેટરોની શોધખોળ હાથ ધરી છે. સરકારી તંત્રના વકરેલા ભ્રષ્ટાચારને ડામવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે એસીબીના વડા તરીકે શમશેરસિંહની નિમણુંક કર્યા પછી નાના જ નહી મોટા માથાઓ દ્વારા

થતાં ભ્રષ્ટાચારને કેવી રીતે રોકવા તેના માટે રીતસર અભીયાન શરૂ કરાયું છે. તેના લીધે હવે સામાન્ય નાગરીકોમાં હિમત આવી છે. જોકે, એજન્સી માને છે કે લાંચ લેનારની સાસથે લાંચ આપનાર પણ એટલો જ દોષી હોય છે.ત્યારે જે લોકો હિમત કરે કે એવા કેસમાં સાયન્ટીફીક એવીડન્સ સાથે કેસ પુરવાર થાય એવી રીતે જ નકકર કેસ પેપર તૈયાર કરવાની અસરકારક પદ્ધતિ અપનાવાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.