Western Times News

Gujarati News

પ્રસુતા પત્ની માટે લોહી લઈને જતા પતિને રસ્તામાં જ કાળ ભેટી ગયો

પ્રતિકાત્મક

(એજન્સી)સુરત, બારડોલી પાસે પ્રસુતા પત્નીને માટે લોહી લઈને જતા પતિને રસ્તામાં જ કાળ ભેટી ગયો હોવાની કરૂણ ઘટના બની છે. જન્મની સાથે જ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા કરૂણાંતીકા સર્જાઈ હતી. ઉમરપાડાના જોડવાણ ગામના ૩ર વર્ષીય યુવકને બારડોલીના પણદા પાસે અકસ્માત નડતા મોત નીપજયું હતું.

પત્નીને પ્રસવ પીડા થતાં માંડવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં લોહીની જરૂર પડતાં યુવક તેના સાળા સાથે બારડોલીથી લોહી લઈને પરત આવી રહયો હતો. ત્યારે પણદા ગામની સીમમાં પીકઅપની અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. ઉમરપાડા તાલુકા જોડવામાં ગામનો ઈશ્વરભાઈ ગુલાબભાઈ વસાવા ઉ.વ.૩ર સુરતમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.

તેની પત્ની સુનંદા ગર્ભવતી હોવાથી રવીવારે તેને પ્રસવ પીડા ઉપડી હતી. તેને માંડવીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તબીબે સીઝેરીયન કરવું પડે તેમ હોવાથી ર બોટલ લોહેની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. એટલે ઈશ્વર તેના સાળા કપીલ સાથે લોહી લેવા માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પીટલની બ્લડ બેક પર આવ્યો હતો.

ઈશ્વરનો તાત્કાલીક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની વધુ સારવાર માટે સુરતની નવી સીવીલ હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાં મંગળવારે સવારે તેનું મોત થયું હતું. પુત્ર જન્મના સમાચાર જાણી ખુશ પિતા તેનું મોઢું પણ જોઈ શકયા ન હતા અને પુત્રએ જન્મતાની સાથે જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.