Western Times News

Gujarati News

યુવકને ર૭ ફેકચર કરવાના કેસમાં ૪ર દિવસે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી

યુવક ૪ર દિવસ બાદ હોસ્પિટલમાં, ૧૩ પૈકી એક પણ આરોપી પકડાયો નથી

(એજન્સી)અમદાવાદ, નરોડા વિસ્તારમાં પાડોશી પરીણીતાને મેસેજ કરવાની તકરારમાં યુવકને ફટકારી તેની પર કાર ચઢાવી દઈ હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનામાં યુવકને ર૭ ફેકચર થયા છે. અને ૪ર દિવસ થઈ ગયા હોવા છતાં યુવક હજુ હોસ્પિટલમાં બિછાને છે. ત્યારે ઘટનામાં ૪ર દિવસ બાદ પોલીસે હત્યાનો પ્રયાસ અને લુંટની કલમ મેટ્રોપોલીટન કોર્ટમાં ઉમેરો કર્યો છે. નોધનીય છેકે આ ઘટનામાં ૧૩ આરોપીઓ હોવા છતાં હજુ સુધી એક પણ આરોપી પકડાયો નથી.

નરોડામાં રહેતા હીરેન પટેલને તેના પાડોશી પંકજ શાંતીભાઈ પંચાલ રજની પંચાલ અને ઉમંક પંચાલ સહીતના લોકોએ મેસેજ કરવાની તકરારમાં ગાડીમાં લઈ ગયા બાદ ફટકાર્યો હતો. લાકડી, દંડા, ચાકુ સહીતના હથીયાર વડે રપ જુલાઈના રોજ હીરેન પર થયેલા હુમલામાં તેને ર૭ ફેકચર થયા હતા.

આમ છતાં પોલીસે એ પણ આરોપીને પકડયો ન હતો. બીજી તરફ આ મામલે એડવોકેટ ભરત શાહે મેટ્રોકોર્ટમાં પ્રોગ્રેસ રીપોર્ટ મગાવવા અરજી કરી હતી. જેમાં એવી રજુઆત કરી હતી કે, નજીવી તકરારમાં યુવકનો હત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં પોલીસે સામાન્ય કલમ લગાવી છે. યુવકની વીટી લુંટાઈ હોવા છતાં પોલીસે લુંટની કલમ લગાવી હતી. ઘટનાને ૪ર દિવસ છતાં યુવક હોસ્પિટલમાં છે. અને આરોપીઓ બહાર બિનદાસ્ત ફરી રહયાં છે.

આવી રજુઆત બાદ કોર્ટે આ મામલે રીપોર્ટ મંગાવ્યો હતો. જેમાં નરોડા પીએસઆઈ કોર્ટમાં હાજર રહયાં હતાં. અને આખીય ઘટનામાં હત્યાનો પ્રયાસ અને લુંટની કલમ લાગતી હોવાનો રીપોર્ટ કર્યો હતો.

બીજી તરફ ફરીયાદ પક્ષે એવી રજુઆત થઈ હતી. કે પોલીસે એક પણ આરોપી પકડયો નથી આરોપીઓ હોસ્પિટલ પાસે આંટા મારવા લાગ્યા છે. તેથી ફરીયાદીને પણ ભય છે, હવે જો ફરીયાદી હીરેનને રજા આપવામાં આવે અને પછી આરોપીઓ પકડાય તો તેમના જામીનનો માર્ગ મોકળો થઈ જાય તેમ છે. ત્યારે પોલીસે આરોપીઓને પકડવા જોઈએ. આવી રજુઆત બાદ કોર્ટમાં પીએસઆઈએ આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરી આરોપીઓને પકડી લાવશે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.