કોહલીની બ્રાન્ડ વેલ્યુ 1914 કરોડઃ 66 કરોડ ઈન્કમટેક્ષ ચુકવ્યો
(એજન્સી)નવીદિલ્હી, ભારતીય સ્ટાર ક્રિકેટર અઅને વિશ્વના સૌથી લોકપ્રીય રમતવીરોમાં એક વિરાટ કોઈલીમાત્ર મેદાન પરના તેના પ્રદર્શન માટે જ નહી પરંતુ મેદાનની બહાર તેના નાણાકીય યોગદાનને કારણે પણ ચર્ચામાં છે.
કોહલીને માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વનો સૌથી પ્રખ્યાત ક્રિકેટર માનવામાં આવે છે. તેની ઘણી મોટી ફેન ફોલોઈગ છે. જેના કારણે તે બ્રાન્ડ વેલ્યુના મામલે ટોપ પર છે. કોહલીની બ્રાન્ડ વેલ્યુ રર.૭૯ મીલીયન યુએસ ડોલર આશરે ૧૯૧૪ કરોડ રૂપિયા છે. કોહલી અને ધોની જેટલું ઈન્કમટેક્ષ ચુકવે છે. તેટલું તો પાકિસ્તાન ક્રિક્રેટરોના કુલ પગાર પણ નહી હોય એક રીપોર્ટ અનુસાર કોહલીએ ગત નાણાકીય વર્ષમાં ૬૬ કરોડ રૂપિયાનો ઈન્કમટેક્ષ ચુકયો હતો.
જયારે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ ૩૮ કરોડ રૂપિયાનો ટેક્ષ ચુકવ્યો હતો. ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ ગયા નાણાકીય વર્ષમાં ૧૩ કરોડ રૂપિયાનો ટેક્ષ પણ ચુકવ્યો હતો. ક્રિકેટના ભગવાન ગણાતા સચીન તેડુલકર ર૮ કરોડ રૂપિયાના ઈન્કમ ટેક્ષ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ પણ ર૩ કરોડ રૂપિયાનો ટેક્ષ ચુકવ્યો અને તે યાદીમાં ચોથા સ્થાને છે.
ભારતીય વિકેટકીપર બેટસમેન રિષભ પંતે પણ ગયા નાણાકીય વર્ષમાં રૂ.૧૦ કરોડનો આવકવેરો ચુકવ્યો હતો. અને તે છઠ્ઠા સ્થાને છે. પાકિસ્તાની ખેલાડીઓની વાત કરીએ તો તેમને કેટલાંય કાલાવાલા બાદ પગાર મળે છે. ગયા વર્ષે કેટલાક પાકિસ્તાની ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી પર તેમને પગાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો.