અનુષ્કાને દીકરીના કારણે વહેલા સૂઈ જવાની ટેવ પડી
મુંબઈ, અનુષ્કા શર્મા અન્ય કેટલાક એક્ટર્સની જેમ આર્મી બૅકગ્રાઉન્ડ ધરાવે છે. તે એક ખૂબ શિસ્ત ધરાવતા પરિવારમાંથી આવે છે. બાળપણમાં તેણે અનુસરેલી શિસ્ત હવે તે પોતાના બાળકોમાં ઉતારવાની કોશિશ કરી રહી છે. હાલ છેલ્લાં કેટલાંક સમયથી અનુષ્કા ફિલ્મો અને જાહેર કાર્યક્રમોથી દૂર છે.
તે પોતી દિકરી વામિકા અને દિકરા અકાય સાથે દિવસો વિતાવી રહી છે. બુધવારે તે એક કાર્યક્રમમાં મુંબઈ ખાતે હાજર રહી હતી, ત્યારે તેણે પૅરેન્ટિંગ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેનો ઉછેર જે રીતે થયો છે, તે સૌથી મહત્વની વાત છે.
આ કાર્યક્રમમાં એક્ટર અને ફેશન ડિઝાઇનર મસાબાએ પૂછેલા સવાલના જવાબમાં અનુષ્કાએ કહ્યું હતું કે આ સમયના માતા-પિતા ઘણા નસીબદાર છે, કારણ કે તેમની પાસે પૅરેન્ટિંગ અંગે ઘણી માહિતી ઉપલબ્ધ છે. તેણે કહ્યું,“એ એવું છે કે, ઓહ, મને આ બાબતે મુશ્કેલી પડી રહી છે અને બૂમ..ઇન્સ્ટાગ્રામ અલગોરિધમ, એ તમને કહી દેશે કે તમે તમારા બાળક સાથે શું ખોટું કરી રહ્યા છો અને તમારે શું કરવું જોઈએ.
આ એક બહુ મોટા આશીર્વાદ છે, પણ ક્યારેક એ તમને પાગલ કરી નાખે છે.” તેનાં ઉછેરમાં તેનાં માતા-પિતાએ શિસ્તને કેવી સહજ બનાવી દીધી હતી, તે અંગે અનુષ્કાએ જણાવ્યું,“દાખલા તરીકે, જો અમે જમવાના ટેબલ પર કોઈ નખરા કરવાના શરૂ કરીએ અને અમારે કશુંક ન ખાવુ હોય, તો અમારા પિતા અમારા પર ગુસ્સે ન થતા. એ એટલું જ કહેતા, “સારું, જતા રહો અહીંથી.
પણ જ્યારે ભૂખ લાગશે ત્યારે આ જ ખાવું પડશે.” આ બહુ મહત્વનું છે , કારણ કે તો જ આપણે સમજીશું કે આપણા વાલીઓ આપણા માટે જે કરે છે તેનું મૂલ્ય શું છે. તેનાથી મને દરેક બાબતને વખાણતા આવડ્યું. નહીંતર, હું મારા બાળકોને એ મૂલ્ય ન શીખવી શકી હોત.
નિયમિતતા, શિસ્ત અને તમારી પાસે જે છે એની સરાહના કરવી.” સાથે જ તેણે એક ખેલાડી સાથે લગ્ન કર્યા હોવાથી વહેલા સૂવાની અનુકૂળતા અને આખા પરિવારને વહેલા ઉંઘવાની આદત પડવા વિશે પણ વાત કરી હતી. અનુષ્કાએ કહ્યું,“પહેલાં આ વસ્તુ અનુકૂળતાથી શરૂ થઈ, કારણ કે મારી દિકરીને વહેલા જમવાની ટેવ હતી.
તેને ૫.૩૦ વાગ્યે જમવાનું જોઈતું હતું અને એવું બનતું કે એ સમયે અમે બંને ઘેર એકલાં જ હોય. તો હું વિચારતી કે હવે હું શું કરું- કદાચ વહેલા ઊંઘી પણ જઈએ. મને ફાયદા થવા લાગ્યા – મને સારી ઉંઘ આવતી, સવારે હું વધુ તાજગી અનુભવતી, મગજ થાકેલું ન લાગતું. મને એ ઘણું ઉપયોગી થયું. એવું નહોતું કે મેં ક્યાંય વાંચીને આવું અનુસરવાનું શરૂ કર્યું હોય અનુકૂળતાથી ભલે શરૂ થયું પણ હવે એ અમારા પરિવારની આદત બની ગઈ છે.”SS1MS