Western Times News

Gujarati News

કચ્છ જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની  કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત :- આરોગ્યમંત્રી

પ્રતિકાત્મક

આરોગ્ય વિભાગની ૨૭ ટીમો દ્વારા અબડાસા અને લખપત  તાલુકાના ૩૧૮ ઘરોના ૨૨૩૪ નાગરિકોનું કરાયું સ્ક્રીનીંગ

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપીડેમીક અને વેક્ટર બોન રોગની ટીમ તેમજ મેડીકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપીડ રીપોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવાઇ

 કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યોને આવતા આરોગ્ય વિભાગની ટીમ યુદ્ધનાં ધોરણે કામ કરી રહી છે. જે અંતર્ગત આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે ત્યારે મચ્છરજન્ય રોગોનો પ્રમાણ વધ્યું છેજેમાં કેટલીક જગ્યાઓએ ડેન્ગ્યુંમલેરિયાચિકનગુનિયા જેવા રોગોના કેસ નોંધાયા છે. રાજ્યમાં કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસો ધ્યાને આવ્યા છે. જેના પગલે  જિલ્લાના ૧૩ નાગરિકોનું અવસાન થયું હતું. આ શંકાસ્પદ પ્રથમ કેસ કચ્છ જિલ્લામાં તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરાઇ હતી.

         કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાની આરોગ્ય વિભાગની કામગીરીની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કેઆરોગ્ય વિભાગની ૨૭ ટીમો યુદ્ધના ધોરણે ‘હાઉસ ટુ હાઉસ સર્વે’નું કામ કરી ૩૧૮ ઘરો પૈકી ૨૨૩૪ લોકોનું આરોગ્ય લક્ષી સ્ક્રીનીંગ કર્યું હતું. જેમાં ૪૮ જેટલા શંકાસ્પદ તાવના કેસ મળી આવ્યા હતા. તાલુકામાં દરેક તાવના દર્દીઓનો  મલેરિયા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં બે દર્દીઓ ઝેરી મેલેરિયા પોઝિટિવ આવેલા હતા અને એક દર્દી ડેન્ગ્યું પોઝિટિવ આવ્યો હતો.     

         વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કેતંત્ર દ્વારા ‘હાઉસ ટુ હાઉસ’ દરમ્યાન એન્ટી લારવલ એક્ટીવીટી તેમજ ૧૯૫૫ ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ તાવના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય કક્ષાની એપીડેમીક અને વેક્ટર બ્રોન વિભાગની ટીમ. મેડીકલ કોલેજ અદાણી અને પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટની રેપીડ રીપોન્સ ટીમ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.  જેમાં મરણ પામેલ અને આજુ બાજુના ઘરોની મુલાકાતમાં શંકાસ્પદ તાવના દર્દીઓના વધુ તપાસ માટે લોહીના અને ગળા/નાકના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

 વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કેતા. ૦૮ સપ્ટેમ્બર ૨૪ના રોજ રાજકોટ અને અદાણી મેડીકલ કોલેજની ટીમ દ્વારા  કલેકટર  અને જિલ્લા વિકાસ અધિકારીકચ્છ સાથે થયેલ કામગીરીની અને વધુ કાર્યવાહી કરવા માટે બેઠક કરવામાં આવી હતી. અદાણી મેડીકલ કોલેજની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા કરેલ ઇન્વેસ્ટીગેશન કેસોનું  બ્લડ સેમ્પલ. સીઝનલ ફલુકોવીડ-૧૯ અને બ્લડ સીરમ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં ૧૧ દર્દી પૈકી એક દર્દી સિઝનલ ફલુ ( H3N2)પોઝિટિવ આવ્યો હતો.

તેમજ તમામ ૧૧ સેમ્પલ કોવિડ-૧૯ નેગટીવ આવ્યા હતા. જે સેમ્પલ મેડીકલ કોલેજ રાજકોટ, ICMR NIV Pune ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કેમેલેરિયા ડેન્ગ્યુ અને સિઝનલ ફલુ પોઝિટિવ આવેલ તમામ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓની તબિયત સારી છે. લખપત અને અબડાસાના ૦૬ ગામોમાં આલ્ફા સાઈફરમેથરીન IRS અને મેલેથિયન છંટકાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથોસાથ ગામોની શાળાઓમાં મેડિકલ ઓફિસરની ટીમો દ્વારા વિઝીટ કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત ગામોમાં મેડિકલ ઓફિસની ટીમ દ્વારા ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે.

મેડિકલ ઓફિસરઆરબીએસકે મેડિકલ ઓફિસરઆયુષ મેડિકલ ઓફિસરકોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા સધન સર્વલન્સની કામગીરી યુદ્ધના ધોરણે કાર્યરત છે. સીઝનલ ફલુ અને મેલેરિયાની તમામ દવાઓ અને લોજીસ્ટીક પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. વધુ ટીમ માટે અન્ય તાલુકા માંથી પણ મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફની પ્રતિનિયુક્તિ કરવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રી એ ઉમેર્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.