Western Times News

Gujarati News

મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે પ્રથમવાર RE-INVEST સમિટ યોજાશે

મહાત્મા મંદિરગાંધીનગર ખાતે આગામી તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે “GLOBAL RE-INVEST MEET-2024” યોજાશે

વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 500 GW સુધી પહોંચાડવામાં “RE-INVEST-2024″ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે: કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશી

·         RE-INVESTના ચોથા સંસ્કરણના આયોજન માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ

·         સમિટ દરમિયાન વિવિધ વિષયો પર 40થી વધુ સેશન યોજાશે

·         વિવિધ દેશ-રાજ્યના મંત્રીશ્રીઓ ડેલીગેશન સાથે આ સમિટમાં સહભાગી થશે

·         ત્રિદિવસીય સમિટ દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને દર્શાવતું એક્ઝિબિશન પણ યોજાશે

ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કેમહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે આગામી તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં રોકાણને આકર્ષવા માટે “GLOBAL RE-INVEST MEET-2024” યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 16 સપ્ટેમ્બરના રોજ આ ઇન્વેસ્ટર્સ સમિટનો શુભારંભ કરાવશે. જ્યારેતા. 18 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Prahlad Joshi Had a thorough review of our preparations for #REINVEST2024 with senior officials of @mnreindia  & Gujarat Govt. at Mahatma Mandir, Gandhinagar. Held discussions on plan of action and goals as we gear up for 4th Global RE-INVEST Investors Meet & Expo.

વર્ષ 2014માં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા માત્ર 76 ગીગા વોટ હતીજે આજે વધીને 203 ગીગા વોટ સુધી પહોંચી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી ક્ષમતાને 500 ગીગા વોટ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેના માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતને આશરે રૂ. 30 લાખ કરોડના રોકાણની જરૂરિયાત છે. ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં અને વડાપ્રધાનશ્રીના 500 ગીગા વોટના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં RE-INVEST-2024 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશેતેમ કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કેપ્રથમવાર RE-INVEST સમિટ દિલ્હીથી બહારગુજરાતમાં યોજાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત સરકારની સરાહનીય કામગીરીને પગલે, RE-INVESTના ચોથા સંસ્કરણના આયોજન માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાતમાં યોજાનારી ત્રિદિવસીય RE-INVEST સમિટ દરમિયાન વિવિધ વિષયો પર 40થી વધુ સેશન યોજાશે. સાથે જસ્ટાર્ટઅપ અને મહિલાલક્ષી વિશેષ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સમિટમાં ઓસ્ટ્રેલિયાડેનમાર્કજર્મનીનોર્વેસિંગાપોરઅમેરિકાઓમાન સહિત અનેક દેશના ડેલીગેશન ભાગ લેશે. કેટલાક દેશના ડેલીગેશન સાથે મંત્રીશ્રીઓ પણ ગુજરાત પધારશે. તદુપરાંત ભારતના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીમંત્રી સહિતના ડેલીગેશનવિવિધ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટબેન્કોમેન્યુફેકચરર પણ આ સમિટમાં સહભાગી થશેતેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કેઆ ત્રિદિવસીય સમિટ દરમિયાન રિન્યુએબલ એનર્જી ક્ષેત્રને દર્શાવતું એક્ઝિબિશન પણ યોજાશે. જેમાં ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય ઉપરાંત વિવિધ રાજ્યોના પ્રદર્શનો તેમજ વિવિધ કંપનીઓના પ્રદર્શનો યોજાશે. સાથે જ, B2B, B2અને G2મિટિંગ પણ યોજાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.