ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના પ્રમુખ ગૌહર ખાનની ધરપકડ
ઈસ્લામાબાદ, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના પ્રમુખ અને સાંસદ બેરિસ્ટર ગૌહર ખાનની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે તેની નેશનલ એસેમ્બલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
એક દિવસ પહેલા પીટીઆઈના કાર્યકરો અને નેતાઓએ ઈસ્લામાબાદમાં રેલી યોજી હતી અને ઈમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી.પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે કે પીટીઆઈના નેતાઓ બેરિસ્ટર ગોહર, શેર અફઝલ ખાન મારવત અને અન્યની સોમવારે રાત્રે સંસદની બહારથી ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી હતી.
ઈસ્લામાબાદ પોલીસના પ્રવક્તા જવાદ તકીએ અખબારને જણાવ્યું કે મારવત, શોએબ શાહીન અને બેરિસ્ટર ગોહરની ધરપકડ કરવામાં આવી છે.પીટીઆઈએ પાર્ટી અધ્યક્ષ બેરિસ્ટર ગોહરની ધરપકડને ‘ગેરકાયદેસર’ ગણાવીને વખોડી કાઢી. પાર્ટીએ કહ્યું, ‘આ સમગ્ર સંસદ માટે શરમજનક ક્ષણ છે.
આને પાકિસ્તાનમાં લોકશાહી પર સીધો હુમલો ગણવો જોઈએ. સંસદના આવા અપમાનને મંજૂરી આપવા બદલ નેશનલ એસેમ્બલીના સ્પીકરને શરમ આવવી જોઈએ.
પીટીઆઈએ કહ્યું, ‘પાકિસ્તાન અઘોષિત માર્શલ લોમાં વધુ સરકી ગયું છે.’પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તા તરારએ સોમવારે કહ્યું કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સૈન્ય ટ્રાયલ અંગે કોઈપણ નિર્ણય કેસની યોગ્યતાને ધ્યાનમાં લઈને લેવામાં આવશે.
ઇમરાનની પાર્ટીએ રવિવારે શક્તિ પ્રદર્શન કર્યું હતું, તેની તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી અને પાર્ટી પરના ક્રેકડાઉન માટે સરકારની ટીકા કરી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.SS1MS