‘રામાયણ’માં અભિનેતા રણબીર કપૂરનો હશે ડબલ રોલ
મુંબઈ, નિર્દેશક નિતેશ તિવારીની ‘રામાયણ’ એ બોલીવુડના એવા પ્રોજેક્ટ્સમાંથી એક છે જેની લોકો અને ઉદ્યોગ બંને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અત્યાર સુધી નિર્માતાઓએ આ ફિલ્મની કોઈ સત્તાવાર જાહેરાત શેર કરી નથી. પરંતુ કલાકારોના ઈન્ટરવ્યુ અને સેટ પરથી બહાર આવેલી તસવીરો પરથી જાણવા મળ્યું છે કે નીતીશ તિવારી રામાયણની વાર્તાને ખૂબ જ ભવ્ય અંદાજમાં પડદા પર લાવવા માટે તૈયાર છે.
અત્યાર સુધી એવું બહાર આવ્યું છે કે ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે અને સાઈ પલ્લવી તેની પત્ની સીતાનો રોલ કરી રહી છે. ભગવાન હનુમાનની ભૂમિકા સની દેઓલને, લક્ષ્મણને રવિ દુબે અને કૈકેયીને લારા દત્તાને આપવામાં આવી છે.
હવે આ ફિલ્મમાંથી બે રોમાંચક વિગતો સામે આવી છે. પીપિંગ મૂનના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર કપૂર ‘રામાયણ’માં ડબલ રોલ ભજવવાનો છે.
આ ફિલ્મમાં તે રામ અને પરશુરામ બંનેની ભૂમિકા ભજવશે. સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘રામાયણ’માં જ્યારે શ્રી રામે ભગવાન શિવનું ધનુષ્ય તોડ્યું હતું, ત્યારે તેમના ક્રોધ માટે પ્રખ્યાત પરશુરામ ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ તેમની વચ્ચેનો એક અદ્ભુત સંવાદ ‘રામાયણ’માં નોંધાયેલ છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં, રામ અને પરશુરામ બંને ભગવાન વિષ્ણુના અવતાર છે.
રામની વાર્તામાં પરશુરામનું પાત્ર ભલે નાનું હોય પણ તે ખૂબ મહત્વનું છે. અને ‘રામાયણ’ના નિર્માતાઓએ નક્કી કર્યું છે કે તેઓ આ મહત્વ સાથે ફિલ્મમાં પરશુરામના પાત્રને દર્શાવશે. તેથી, રણબીર બંને વિષ્ણુ અવતારની ભૂમિકા ભજવશે. રણબીરનો લુક પરશુરામના લુકથી ઘણો જ અલગ હશે અને તેને ઓળખવો ખૂબ મુશ્કેલ હશે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ બે ભાગમાં બની રહેલી ‘રામાયણ’નો ભાગ હશે. જો કે, તે પોતે સ્ક્રીન પર શારીરિક રીતે જોવા મળશે નહીં. જાણકારી અનુસાર આ ફિલ્મમાં અમિતાભ જટાયુના પાત્રને અવાજ આપશે.SS1MS