આદિત્ય અલ્ટ્રા સ્ટીલનો IPO સબસ્ક્રિપ્શન માટે 09 સપ્ટેમ્બરે ખૂલશે
અમદાવાદ, 07 સપ્ટેમ્બર, 2024: કામધેનુ બ્રાન્ડ હેઠળ ટીએમટી બાર્સ જેવી રોલ્ડ સ્ટીલ પ્રોડક્ટ્સના ઉત્પાદક આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડનો 74 લાખ શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 09 સપ્ટેમ્બર, 2024ના રોજ ખૂલશે અને 11 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર્સનો પ્રાઇઝ બેન્ડ રૂ. 59થી રૂ. 62 નિર્ધારિત કરાયો છે તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની કંપનીની દરખાસ્ત છે. લઘુત્તમ લોટ સાઇઝ 2000 શેર્સનો રહેશે.
Rajkot, Gujarat Based Aditya Ultra Steel IPO opens for subscription on September 9
રિટેઇલ રોકાણકારોએ ન્યૂનતમ રૂ. 124,000ની બીડ કરવાનું રહેશે. એચએનઆઇએ લઘુત્તમ 2 લોટ (4,000 શેર્સ) માટે રૂ. 248,000ની બીડ કરવાની રહેશે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ છે તથા કેમિયો કોર્પોરેટ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. આદિત્ય બિરલા અલ્ટ્રા સ્ટીલ આઇપીઓના માર્કેટ મેકર સનફ્લાવર બ્રોકિંગ છે.
રાજકોટ જિલ્લા સ્થિત આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડ 59,489 ચોરસ મીટર વિસ્તારમાં અદ્યતન ટીએમટી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન કરે છે. કંપની અદ્યતન ટેક્નોલોજી, મોર્ડન ટેસ્ટિંગ લેબ અને કર્મચારીઓ માટે ઉથ્કૃષ્ટ સુવિધાઓ સાથે 108000 એમટીની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપની રિટેઇલ લાઇસન્સ એગ્રીમેન્ટ હેઠળ કામધેનુ બ્રાન્ડ હેઠળ ટીએમટી બાર્સનું ઉત્પાદન કરે છે.
કંપનીએ 12 વર્ષ દરમિયાન એક વિશ્વસનીય ટીએમટી બાર્સ ઉત્પાદક તરીકેની પ્રતિષ્ઠા હાંસલ કરી છે. તે અદ્યતન રીહિટિંગ ફર્નેસ અને રોલિંગ મીલનો ઉપયોગ કરીને ઉચ્ચ-ગુણવત્તાયુક્ત ટીએમટી બાર્સનું ઉત્પાદન કરીને બી2બી ધોરણે વેચાણ કરીને બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને સેવા પ્રદાન કરે છે. આદિત્ય અલ્ટ્રા સ્ટીલ ભાવિ વૃદ્ધિને વેગ આપવા માટે નવીન ટેક્નોલોજી અને બિઝનેસ મોડલને અપનાવે છે. ઉત્કૃષ્ટતા, વિશ્વસનીયતા અને સમુદાય પ્રત્યે જવાબદારી સાથે કંપની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અગ્રેસર છે.
આદિત્ય અલ્ટ્રા સ્ટીલ લિમિટેડ અદ્યતન ટેક્નોલોજી, નૈતિક વ્યવસાયિક પ્રથાઓ, કુશળ કાર્યબળ સાથે સંકલિત સ્ટીલ ઉત્પાદક કંપની તરીકે વિકસિત થવાનું વિઝન ધરાવે છે.
કંપનીના પ્રમોટર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સીએ સન્ની સુનિલ સિંઘીએ કહ્યું હતું કે, કંપની કેએમઆઇએલ સાથે તેના સહયોગનો લાભ ઉઠાવે છે તથા લોકપ્રિય કામધેનુ બ્રાન્ડનો ઉપયોગ કરવાથી ટીએમટી બાર્સ માર્કેટમાં અગ્રણી સ્થાન હાંસલ કર્યું છે. કંપની રિટેઇલ ગ્રાહકો માટે પ્રીમિયમ ટીએમટી બાર્સમાં વિશેષતા ધરાવે છે તથા સમયસર ડિલિવરી, ક્રેડિટ વિકલ્પો અને કસ્ટમાઇઝ્ડ સેવાઓ દ્વારા ગ્રાહકો સાથે મજબૂત સંબંધ વિકસિત કર્યાં છે. આ ક્ષેત્રે પડકારો વચ્ચે પણ અમે નફાકારકતા અને પ્રતિષ્ઠાને જાળવી રાખી છે. અમારી ક્ષમતાનો મહત્તમ લાભ લેવા અને ભાવિ વૃદ્ધિને ટેકો આપવા અમે કાર્યકારી મૂડીને પ્રાથમિકતા આપી રહ્યાં છીએ.
છેલ્લાં ત્રણ દાયકામાં કંપનીની કુલ આવક ચોખ્ખો નફો નાણાકીય અનુક્રમે નાણાકીય વર્ષ 2022માં રૂ. 515.98 કરોડ અને રૂ. 4.89 કરોડ, નાણાકીય વર્ષ 2023માં રૂ. 530.49 કરોડ અને રૂ. 2.78 કરોડ તથા નાણાકીય વર્ષ 2024માં રૂ. 588,56 કરોડ અને રૂ. 7.92 કરોડ રહ્યો છે. કંપનીનો સરેરાશ ઇપીએસ છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં રૂ. 3.33 રહ્યો છે અને સરેરાશ આરઓએનડબલ્યુ 16.92 ટકા રહ્યો છે.