Western Times News

Gujarati News

ઉમરપાડામાં આભ ફાટયુંઃ ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ એક્ટિવ

સુરતના ઉમરપાડામાં ૪ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ, આગામી ૨ દિવસ અતિ ભારે વરસાદની આગાહી

(એજન્સી) ગાંધીનગર, ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદે ફરી જોર પકડ્‌યું હોય તેમ દક્ષિણના જીલ્લાઓ પાણી-પાણી થયા હતા. સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. ચાર કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની હાલત સર્જાઇ હતી. નવસારી, નર્મદા, તાપી, પાટણ જેવા જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ વચ્ચે સવારથી મેઘસવારી હતી.

સુરતના ઉમરપાડામાં સવારથી અનરાધાર વરસાદ પડ્‌યો હતો. ૬ થી ૮ના બે કલાકમાં સાડા છ ઇંચ બાદ ૮ થી ૧૦ના ગાળામાં વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે જળબંબાકાર વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સમગ્ર શહેરમાં પાણી ભરાયા હતા. માર્ગો નદી બન્યા હતા, અનેક રસ્તા પર વાહન વ્યવહાર અટકાવાયો હતો.

વીરા નદીમાં ઘોડાપુર આવતા બ્રીજ પાણીમાં ગરકાવ થયો હતો. આ સિવાય નર્મદા જિલ્લાના સાગબારામાં ચાર કલાકમાં પોણા ઇંચ ઇંચ, નવસારીના ખેર ગામમાં પોણા ત્રણ ઇંચ, નર્મદાના ડેડીયાપાડામાં બે, બારડોલી, પલસાના, નીઝર, સરસ્વતી, ચીખલીમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સવારથી બપોર સુધીમાં ૮૦ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં નવસેરથી મેઘ સવારીને પગલે ફરી સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાવાનું અનુમાન છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત ૨૧ રાજ્યોમાં ભારેથ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ૨ દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આગામી ૭ દિવસ વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા , પાટણમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. મહેસાણા , સાબરકાંઠા તથા અરવલ્લી , મહીસાગરમાં ભારે વરસાદની આગાહી સાથે વડોદરા , પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.

૩ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફ શાર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશ, ડિપ્રેશન સક્રિય થયુ છે. તેથી રાજ્યમાં આગામી ૭ દિવસ વરસાદની આગાહી છે. તેમજ આગામી ૨ દિ વસ અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમા અતિભરે વરસાદની આગાહી છે.

આજે બનાસકાંઠા , પાટણ, મહેસાણા , સાબરકાંઠા , અરવલ્લી , મહીસાગર, વડોદરા , પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે. આવતિ કાલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા , ભરૂચ, સુરત, વલસાડ, નવસારી , તાપી , ડાંગ, દમણ અને દાદરનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સુરત જિલ્લાના ઉમરપાડા , ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો . ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો હતો . સાડા છ ઈંચ વરસાદથી ઉમરપાડામાં જળબંબા કાર થયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા . રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો હતા . ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી ગયો છે.

ઉમરપાડામાં સીઝનનો ૧૧૧.૩૬ ઈંચ વરસાદ વરસ્યો હતો . ઓલપાડ તાલુકામાં સીઝનનો ૫૪.૦૮ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઉમરપાડામાં છેલ્લા એક કલા કથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાયા હતા . ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.