Western Times News

Gujarati News

વધારે પડતા સોશિયલ મીડિયાથી કામ પર નકારાત્મક અસર થાયઃ માલવિકા

મુંબઈ, સાઉથની એક્ટ્રેસ માલવિકા મોહનને હિન્દી ઓડિયન્સમાં લોકપ્રિયતા મળી રહી છે. તાજેતરમાં માલવિકાની ફિલ્મ ‘થંગલમ’નું હિન્દી વર્ઝન લોન્ચ થયું છે, જેમાં માલવિકાના વખાણ થયા છે. આ ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી સાથે તેની ફિલ્મ ‘યુધરા’ ૨૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

‘યુધરા’ના ટ્રેલરમાં સિદ્ધાંત-માલવિકાનો ડાન્સ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, ત્યારે માલવિકાએ જ સોશિયલ મીડિયાના ઉપયોગ સામે એલર્ટ રહેવા સલાહ આપી છે. સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી કામ પર નકારાત્મક અસર પડતી હોવાનું માલવિકા માને છે. માલવિકાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ફોન પર વધારે પડતું સ્ક્રોલિંગ કરવાથી મગજ બહેર મારી જાય છે.

તેના કારણે કામ પર ધ્યાન રાખવામાં તકલીફ પડે છે. શૂટિંગ દરમિયાન સીનમાં રહેવું જોઈએ, પરંતુ સોશિયલ મીડિયાના કારણે તેમાં તકલીફ પડે છે. સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવાના કારણે પડેલી મુશ્કેલીઓ મેં અનુભવેલી છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ફોનથી દૂર રહુ છું. ફોન વગર કંટાળો આવી જાય તો ચાલે, પરંતુ તેના કારણે કામ પરનું ધ્યાન ઘટતું નથી.

સોશિયલ મીડિયાના કારણે વ્યવસાયિક ક્ષેત્રે તકલીફો પડતી હોવા બાબતે માલવિકાએ કહ્યું હતું કે, કન્ટેન્ટ મૂકવા કે ચાહકો સાથે કનેક્ટ રહેવા સોશિયલ મીડિયા જરૂરી છે. એક્ટર માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું સહેલું નથી, પરંતુ તેના ઉપયોગને સંતુલિત રાખી શકાય. તાજેતરમાં હિટ થયેલી ફિલ્મ ‘થંગાલન’માં માલવિકાની સાથે વિક્રમ લીડ રોલમાં છે.

કોલાર ગોલ્ડ ફિલ્ડ્‌સનું રક્ષણ કરતાં સ્થાનિક દેવતા આરથીનો રોલ વિક્રમે કર્યો છે. બ્રિટિશ રાજના સમયમાં સોના માટે ગામને ખાલી કરાવવાના કાવતરાને આ ફિલ્મમાં દર્શાવાયું છે. માલવિકાની આગામી ફિલ્મ ‘યુધરા’ના ટ્રેલરને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ૨૦ સપ્ટેમ્બરે ફિલ્મની રિલીઝ હોવાથી સમગ્ર ટીમ અત્યારે પ્રમોશન કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.