ન્યૂઝ એજન્સીનો ‘કંધાર હાઈજેક’ સામે કોર્ટમાં કેસ
મુંબઈ, ભારત દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિમાં મૂકનારી ઘટના આધારિત વેબ સિરઝ ‘આઈસી ૮૧૪ઃ કંધાર હાઈજેક’માં તથ્યોને વિકૃત કરવાના આરોપો મૂકાઈ રહ્યા છે.
સિરીઝમાં આતંકવાદીઓને સારા બતાવી દેશની સલામતી એજન્સીઓને વામણી બતાવાઈ હોવાનું પણ કેટલાકને લાગે છે. તથ્યો સાથે ચેડાં કરવાના મામલે કોર્ટ કેસનો સામનો કરી રહેલી આ વેબસાઈટ સામે પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સીએ પણ દાવો માંડ્યો છે.
વિજય વર્મા, દિયા મિર્ઝા અને નસીરુદ્દીન શાહનો લીડ રોલ ધરાવતી આ સિરીઝમાં ન્યૂઝ એજન્સીના ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેની મંજૂરી લેવામાં આવી નથી. ન્યૂઝ એજન્સી છદ્ગૈંનો દાવો છે કે, મેકર્સે તેની મંજૂરી વગર આર્કાઈવના ફૂટેજનો ઉપયોગ કર્યો છે.
આ સિરીઝમાં સર્જનાત્મક સ્વતંત્રતાના નામે ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરવાની સાથે મીડિયાને પણ ખરાબ દર્શાવાયું છે. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે ત્યારે ન્યૂઝ એજન્સીએ સિરીઝના ચાર એપિસોડ દૂર કરવા માગણી કરી છે. એજન્સીએ જણાવ્યું છે કે, ચાર એપિસોડમાં તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયી અને પરવેઝ મુશર્રફ સહિત કેટલાક લકોના ફૂટેજ લેવામાં આવ્યા છે.
આ ફૂટેજ પર એજન્સીનો કોપીરાઈટ છે. એજન્સીની મંજૂરી વગર ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિરીઝની ટીકા થઈ રહી છે અને તેમાં એજન્સીના ફૂટેજ પણ છે. જેના કારણે ન્યૂઝ એજન્સીની છબિ ખરડાઈ રહી છે. દિલ્હી હાઈકોર્ટે આ રજૂઆતને ધ્યાને રાખીને કેસની સુનાવણી પર રાખી છે.SS1MS