Western Times News

Gujarati News

આર્કેડ ડેવલપર્સ લિમિટેડનો આઈપીઓ 16 સપ્ટેમ્બરે ખૂલશે

  • આર્કેડ ડેવલપર્સ લિમિટેડ (The ‘Company’)ના ઇક્વિટી શેરદીઠ રૂ.10ની (Equity Shares’)ના ફેસ-વેલ્યુ માટે પ્રઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 121થી રૂ. 128 પર નિર્ધારિત

 એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શનમાં બીડિંગ કરવાપાત્ર કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ રૂ.5.00નું ડિસ્કાઉન્ટ ઓફર કરાય છે.

 એન્કર ઇન્વેસ્ટર બીડિંગ તા. 13 સપ્ટેમ્બર, 2024, શુક્રવાર

 બીડ/ઇસ્યૂ ખોલવાની તારીખ 16 સપ્ટેમ્બર, 2024 સોમવાર છે અને બીડ/ઇસ્યુ કરવાની છેલ્લી તારીખ 19 સપ્ટેમ્બર, 2024 છે.

 બીડ ઓછામાં ઓછા 110 ઇક્વિટી શેર માટે તથા ત્યાર બાદ 110 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

અમદાવાદ, તા. 11 સપ્ટેમ્બર, 2024 : દેશભરમાં પસંદગીપાત્ર માઇક્રો-માર્કેટમાં પુરવઠાની દૃષ્ટિએ ટોચના 10 ડેવલપરોમાં ગણાતી તથા આગેવાન પ્લેયર એવી એમએમઆર મહારાષ્ટ્રમાં સ્થાપિત ડેવલપર કંપની (સ્રોતઃ એનારોક રિપોર્ટ) દ્વારા તા.16 સપ્ટેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેરના પોતાના પ્રારંભિક જાહેર ભરણાને ખોલવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર બીડિંગની તારીખ બીડ/ઇસ્યુ ખોલવાની તારીખ પહેલાંનો એક સક્રિય દિવસ છે એટલે કે, શુક્રવાર તા. 13 સપ્ટેમ્બર, 2024. જ્યારે, બીડ/ઇસ્યુ બંધ કરવાની તારીખ 19 સપ્ટેમ્બર, 2024 રહેશે.

Arkade Developers Limited’s initial public offering to open on September 16, 2024

ઇસ્યુની પ્રાઇસ-બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 121થી રૂ. 128 નક્કી કરાઈ છે. બીડ ઓછામાં ઓછા 110 ઇક્વિટી શેર અને ત્યાર બાદ 110 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. ઇસ્યુમાં રૂ. 4,100.00 મિલિયન સુધીના આટલા ઇક્વિટી શેરના નવા ઇસ્યુ (the ‘Fresh Issue’)નો સમાવેશ થાય છે.

વળી, કંપની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ તથા સામાન્ય વ્યાપારી હેતુઓ માટે હજી સુધી ઓળખાયેલી જમીનના ભંડોળના વિકાસખર્ચ તથા ભંડોળ હસ્તગત કરવા માટે ઇસ્યુમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત ધરાવે છે.

આ ઇસ્યુ સિક્યોરિટી કોન્ટેક્ટ્સ નિયમનો-1957 (Regulation)ના નિયમ 19(2)(b)ના સંદર્ભે બનાવાયો છે, જે SEBI ICDR નિયમનોના નિયમ-31 સાથે વંચાણે લેવાયેલ છે.

આ ઇસ્યુ SEBI ICDRનાં નિયમનોના નિયમન-6(1)ની સાથે સુસંગત રીતે રહીને બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરાયેલ છે, જેમાં ઇસ્યુના 50 ટકાથી વધારે ગુણવત્તાપ્રાપ્ત સંસ્થાકીય ખરીદદારો (QIBs)ને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. (આવા ભાગને QIB તરીકે ઓળખવામાં આવે છે.) સિવાય કે, BRLM સાથે સલાહ-મસલત કરીને કંપની QIBના ભાગના 60 ટકા સુધીનો ભાગ એન્કર ઇન્વેસ્ટરોને વિવેકાધીન ધોરણે SEBI ICDRનાં નિયમનો અનુસાર  એન્કર ઇન્વેસ્ટર પોર્શન આપી શકે છે. તે પૈકીનો એક-તૃતીયાંશ ભાગ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી માન્ય બીડ્સને આધીન રહીને માત્ર ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રખાશે અને SEBI ICDRનાં નિયમનોને અનુસરીને એન્કર ઇન્વેસ્ટરોને (Anchor Investor Allocation Price) જે ભાવે ફાળવણી કરાઈ હોય તેનાથી ઉપર કે તે જ કિંમતે આપી શકાશે.

એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સબસ્ક્રિપ્શન અથવા બિન-ફાળવણીના કિસ્સામાં બેલેન્સ ઇક્વિટી શેર્સ નેટ QIB પોર્શનમાં ઉમેરવામાં આવશે. વધુમાં, નેટ QIB ભાગનો 5 ટકા ભાગ માત્ર મ્યુચ્યુઅલ ફંડને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ કરાશે, અને બાકીનો ચોખ્ખો QIB ભાગ તમામ QIB બીડર્સ (એન્કર રોકાણકારો સિવાયના) માટે પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે. મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત ઇસ્યુ કિંમત પર અથવા તેનાથી વધુ પ્રાપ્ત થતી માન્ય બીડ્સને આધીન રહીને આ કરાશે. જોકે, મ્યુચ્યુઅલ ફંડની કુલ માંગ નેટ QIB ભાગના 5 ટકા કરતાં ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડના ભાગમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેરને બાકીના નેટ-QIB ભાગમાં ઉમેરવામાં આવશે, જેથી તમામ QIBને પ્રમાણસર ફાળવણી કરવામાં આવે.

એટલું જ નહીં, ઈસ્યુના 15 ટકા કરતાં ઓછા નહીં એવા બિન-સંસ્થાકીય રોકાણકારોને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જેમાંથી (a) આવા એક-તૃતીયાંશ ભાગ રૂ. 0.20 મિલિયનથી વધુ તથા રૂ. 1.00 મિલિયન સુધીનું અરજીકદ ધરાવતા અરજદારો માટે અનામત રહેશે. જ્યારે, (b) આવા ભાગનો બે-તૃતીયાંશ ભાગ રૂ.1.00 મિલિયનથી વધારેનું અરજીકદ ધરાવતા અરજદારો માટે અનામત રખાશે.

સિવાય કે, જો આવા સબ-કેટેગરીઓના અનસબ્સ્ક્રાઇબ કરેલ ભાગ અન્ય સબકેટેગરીમાં બિન-સંસ્થાકીય ઇન્વેસ્ટરો પૈકીના અરજદારોને ફાળવાયા હોય અને ઈસ્યુના 35 ટકા કરતાં ઓછા નહીં એવા SEBI ICDRનાં નિયમનો અનુસાર રિટેઇલ વ્યક્તિગત ઇન્વેસ્ટરોને માટે ઇસ્યુની કિંમતથી ઉપર કે તે જ કિંમતે મળતા યોગ્ય બીડ્સને આધીન રહીને ઉપલબ્ધ રખાશે. વધુમાં, કર્મચારી આરક્ષણ ભાગ હેઠળ અરજદાર પાત્ર કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઈક્વિટી શેર્સ ફાળવવામાં આવશે, જે ઈસ્યુ-કિંમત ઉપર અથવા તેનાથી ઉપર પ્રાપ્ત થતી બીડ્સને આધીન રહેશે. સાથોસાથ, તમામ સંભવિત બીડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)એ તેમના સંબંધિત ASBA એકાઉન્ટ્સની વિગતો આપતી એપ્લિકેશન સપોર્ટેડ એપ્લિકેશનનો જ ફરજિયાતપણે ઉપયોગ કરવાનો રહેશે, અને UPI ID (જો લાગુ પડતું હોય તો)માં કરવાનો રહેશે, જેમાં SCSB દ્વારા અથવા સ્પોન્સર બેન્ક દ્વારા UPI તંત્ર હેઠળ (જો લાગુ પડતું હોય તો) જે તે બીડ-રકમની હદ સુધી સંબંધિત બીડની રકમોને અવરોધિત કરવામાં આવશે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાયેલા ઇક્વિટી શેરને BSE  લિમિટેડ (‘BSE’) તથા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (‘BSE’, સ્ટોક એક્સચેન્જ’ સહિત ‘NSE’) બંને પર સૂચીબદ્ધ કરવાની દરખાસ્ત છે.

દરમિયાન, યુનિસ્ટોન કૅપિટલ ઇસ્યુ માટે એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (BRLM) છે.

આ અખબારી યાદીમાં ઉલ્લેખ કરાયેલા કૅપિટલ કરેલા તમામ મોટા (બોલ્ડ) અક્ષરો-શબ્દો કે જેમની વ્યાખ્યા ન કરાઈ હોય તે કંપનીના તા.5 સપ્ટેમ્બર, 2024ના રોજ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (‘RHP’) (સેબીમાં રજૂ કરેલા દસ્તાવેજ)માં દર્શાવ્યા મુજબના અર્થ ધરાવે છે.

Disclaimer

 

ARKADE DEVELOPERS LIMITED is proposing, subject to, receipt of requisite approvals, market conditions and other considerations, to undertake an initial public offer of its Equity Shares and has filed the RHP dated September 5, 2024 with the RoC. The RHP shall be available on the website of the Company at www.arkade.in, SEBI at www.sebi.gov.in, the websites of the Stock Exchanges, i.e., the BSE Limited and the National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively, and on the website of the BRLM, i.e., Unistone Capital Private Limited at www.unistonecapital.com. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section entitled “Risk Factors” on page 31 of the RHP. Potential Bidders may rely on the information disclosed in the RHP as being true and correct.

This announcement does not constitute an invitation or offer of securities for sale in any jurisdiction. The Equity Shares offered in the Issue have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended (“U.S. Securities Act”) or any state securities laws in the United States, and unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and in accordance with any applicable U.S. state securities laws. Accordingly, the Equity Shares are being offered and sold outside the United States in “offshore transactions” as defined in, and in compliance with, Regulation S under the U.S. Securities Act and pursuant to the applicable laws of the jurisdictions where those offers and sales are made. There will be no public offering of the Equity Shares in the United States.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.