જ્ઞાનવાપી મસ્જિદમાં ASIને પરિસરમાં ખોદકામની મંજૂરી આપવા હિન્દુ પક્ષની માંગણી
વારાણસી, ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં હિન્દુ પક્ષે બુધવારે કોર્ટ સમક્ષ એક મહત્વની માંગ કરી છે. આ અંતર્ગત હિન્દુ પક્ષની માંગ છે કે ‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઈ)ને સર્વે માટે પરિસરમાં ખોદકામની મંજૂરી આપવામાં આવે.’
આ અંગે એક વકીલે માહિતી આપતા કહ્યું કે, જજે જ્ઞાનવાપી પરિસરના બાકીના ભાગના એએસઆઈ સર્વેની વિનંતી સંબંધિત અરજી પર આગામી સુનાવણી ૧૮ સપ્ટેમ્બર નક્કી કરી છે.
આ દરમિયાન મુસ્લિમ પક્ષના પ્રતિનિધિ કોર્ટમાં ઉપસ્થિત હતા, અને આશા રાખવામાં આવી રહી છે કે, એ આગામી સુનાવણી દરમિયાન આ મામલામાં પોતાનો પક્ષ રજૂ કરશે. આ મામલામાં હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ મદન મોહન યાદવે કહ્યું કે, સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેક કોર્ટના સિવિલ જજ જુગલ શંભુએ હિન્દુ પક્ષની દલીલો સાંભળ્યા પછી નવી તારીખ નક્કી કરી છે.
હિન્દુ પક્ષે મામલામાં પોતાની દલીલ પૂરી કરી લીધી છે. અમે એએસઆઈને સર્વે માટે પરિસરમાં ખોદકામ કરવાની મંજૂરી આપવાની વિનંતી કરીએ છીએ. વકીલ યાદવે કહ્યું કે, હિન્દુ પક્ષે તર્ક આપ્યો છે કે જ્યોતિ‹લગનું મૂળ સ્થાન જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત કથિત મસ્જિદના ગુંબજની નીચે બરાબર વચ્ચેમાં છે.
અડધાથી નિરંતર જળ પ્રવાહિત થતું રહે છે, જે જ્ઞાનવાપી કુંડમાં એકત્રિત થતું હતું. એવું માનવામાં આવે છે કે આ પાણી પીવાથી જ્ઞાન મળે છે. એટલા માટે આ તીર્થને ‘જ્ઞાનોદય તીર્થ’ પણ માનવામાં આવે છે.SS1MS