Western Times News

Gujarati News

લીડ ગ્રૂપની ટેકબુક ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા તૈયાર છે

2028 સુધીમાંકંપની ભારતની અગ્રણી 5000 શાળાઓ ટેકબુકસમાં અપગ્રેડ થવાની અપેક્ષા રાખે છે

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર, 2024: ભારતની સૌથી મોટી સ્કૂલ એડટેક કંપની, લીડ ગ્રુપે આજે ટેકબુક લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે પરંપરાગત પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણને પરિવર્તિત કરવા માટે તૈયાર કરવામાં આવેલ એક બુદ્ધિશાળી પુસ્તક છે.  ટેકબુક ત્રણ અદ્યતન ટેક્નોલોજી અને NCF સંરેખિત અભ્યાસક્રમ પ્રસ્તુત કરે છે જે આજના શાળાના વિદ્યાર્થીઓ વચ્ચેના શિક્ષણ સંબંધિતમુખ્ય પડકારોનો સામનો કરે છે. LEAD Group’s TECHBOOK set to disrupt student learning in India.

લીડ ગ્રૂપના સહ-સ્થાપક અને સીઈઓ સુમિત મહેતાએ જણાવ્યું હતું કે, “સદીઓથી, પાઠ્યપુસ્તક, કલાસરૂમમાં શિક્ષણનાં પ્રાથમિક સાધનમાં કોઈ પરિવર્તન થયું નથી, જ્યારે AI અને AR/VR તમામ ક્ષેત્રોમાં વિશ્વને પર્સનલાઇઝડ, મલ્ટિ-મોડલ અને ગેમિફાઇડ અનુભવ પ્રદાન કરે છે. ટેકબુક એ ટેક્નોલોજી, શિક્ષણશાસ્ત્ર અને અભ્યાસક્રમમાં વર્ષોના સંશોધનનું ક્રાંતિકારી પરિણામ છે અને તે કાયમ માટે વિદ્યાર્થીઓની શીખવાની રીત બદલશે. 2028 સુધીમાં, અમે ભારતની અગ્રણી 5000 શાળાઓના ટેકબુકસમાં અપગ્રેડ થવાની અપેક્ષા રાખીએ છીએ, જે સમગ્ર દેશમાં કલાસરૂમમાં પર્સનલાઇઝડ અને ઇન્ટરેક્ટિવ શિક્ષણને સામાન્ય બનાવશે.”

ટેકબુક શિક્ષણનો પર્સનલાઇઝડ અને ઇન્ટરેક્ટિવ અનુભવ પ્રદાન કરીને પરંપરાગત પાઠ્યપુસ્તકોની મર્યાદાઓને દૂર કરે છે.  વિવિધ શિક્ષણ સ્તરો ધરાવતા કલાસરૂમમાં, ટેકબુક દરેક વિદ્યાર્થી માટે વ્યક્તિગત સૂચના સક્ષમ કરે છે. તે ત્રણ પ્રભાવશાળી વિશેષતાઓ ધરાવે છે:

ઓગમેન્ટેડ રિયાલિટી: પરંપરાગત 2D પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓની જટિલ, સ્વાભાવિક રીતે 3D હોય તેવા વિષયોને સમજવાની ક્ષમતાને મર્યાદિત કરે છે. ટેકબુક એઆરઆઈ (ઓગમેન્ટેડ રિયાલિટી ઇન્સ્ટ્રક્ટર) સાથે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોને ખુબ જ રસપ્રદ બનાવે છે, જેનાથી વિદ્યાર્થીઓને વિષયો 3D માં સમજાવવા સક્ષમ બનાવે છે.

પર્સનલાઇઝડ રીડિંગ ફ્લુએંસી: કોઈપણ ભાષા શીખવા માટે, ટેકબુકનું IRA (ઇંડિપેંડેન્ટ રીડિંગ આસિસ્ટન્ટ) વ્યક્તિગત શિક્ષક તરીકે કાર્ય કરે છે, વિદ્યાર્થીઓને મોટેથી પુસ્તકો વાંચે છે અને સાથે-સાથે વિદ્યાર્થી જે વાંચે છે તે સાંભળે છે અને તેમની વાંચવાની ફ્લુએંસી અને ઉચ્ચારણ પર રીઅલ-ટાઇમ પ્રતિસાદ આપે છે.

પર્સનલાઇઝડ પ્રેક્ટિસ: PIE (પર્સનલાઇઝડ ઇન્ટરેક્ટિવ એક્સરસાઇઝ) સાથે, વિદ્યાર્થીઓને અસંખ્ય અભ્યાસ આપવામાં આવે છે જે પ્રકૃતિમાં સમજાઈ તેવી હોય છે. તેથી વિદ્યાર્થીઓ પોતાની ગતિએ વિષયોમાં નિપુણતા મેળવી શકે છે, જેથી શીખવાનું મનોરંજક અને રસપ્રદ બને છે.

સુમીતે આગળ સમજાવ્યું, “પ્રથમ વર્ષમાં, ટેકબુકસ દેશની અગ્રણી 400 નવીન શાળાઓ માટે ‘ઇન્વાઇટ-ઓન્લી’ હશે. અમે શિક્ષણનું એક નવું ધોરણ સ્થાપિત કરવા અને વિશ્વને બતાવવા માંગીએ છીએ કે ભારત એઆઈ અને ટેક્નોલોજીનો શાળાઓમાં એવી રીતે સમાવેશ કરવામાં આગળ છે કે જે વિદ્યાર્થી-કેન્દ્રિત હોય અને શિક્ષકોને મદદ કરે.”

લીડ ગ્રુપના સહ-સ્થાપક અને સહ-સીઈઓ સ્મિતા દેવરાહે ટિપ્પણી કરી, “ટેક્નૉલૉજીની શક્તિ અને વિસ્તૃત રીતે સંશોધન કરેલ શૈક્ષણિક સામગ્રી સાથે પાઠ્યપુસ્તકના મૂર્ત અનુભવને જોડીને, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે દરેક વિદ્યાર્થીને ઉચ્ચ-ગુણવત્તાવાળા, વ્યક્તિગત શિક્ષણની ઍક્સેસ હોય જે વાસ્તવમાં તેમની શૈક્ષણિક યાત્રાને બેહતર બનાવે.  ટેકબુક સાથે, અમે એક એવું વાતાવરણ બનાવી રહ્યા છીએ જ્યાં શિક્ષણ માત્ર યાદ રાખવા વિશે નહીં, પરંતુ સંશોધન, સર્જનાત્મકતા અને નિપુણતા વિશે પણ છે.”

શ્રી મહેતાએ ઉમેર્યું, “શિક્ષણ એ આપણા રાષ્ટ્રની પ્રગતિનો પાયો છે, અને શાળાઓ આ પરિવર્તનમાં સૌથી મુખ્ય ભૂમિકા ભજવે છે. ટેકબુક સાથે, અમે લર્નિંગ સોલ્યુશન્સની નવી શ્રેણી રજૂ કરી રહ્યાં છીએ જે કલાસરૂમમાં વ્યક્તિગત શિક્ષણ અને શાળાના વિદ્યાર્થીઓની પાઠ્યપુસ્તકો સાથે જોડાવવાની રીતને ફરીથી વ્યાખ્યાયિત કરશે. આ શિક્ષણ ક્ષેત્રનું ભવિષ્ય છે.”

પાછલા એક વર્ષમાં, લીડ ગ્રુપે ભારતમાં વધારે ફીવાળી શાળાઓથી લઈને ઓછી ફીવાળી શાળાઓ સુધીની સમગ્ર શાળાઓને સેવા આપવા માટે તેની ક્ષમતાઓ વિસ્તારી છે.  આ ગ્રૂપ ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ આપવા અને શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે દેશભરમાં શાળાઓને સમર્થન આપવા માટે તેની તકોમાં વધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ગ્રૂપ 2028 સુધીમાં દેશભરની 60,000 થી વધુ શાળાઓને ઉચ્ચ-ગુણવત્તાવાળા, સ્કૂલ એડટેક સોલ્યુશન્સ પ્રદાન કરવાનું તેનું સપનું સાકાર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.