CDSLએ ગિફ્ટ સિટીમાં ભારતની પ્રથમ IFSC શાખાનું ઉદ્ઘાટન કર્યું
ગિફ્ટ સિટી, ગુજરાત, ભારતમાં પ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ આજે ગુજરાતનાં ગાંધીનગરમાં સ્થિત ગિફ્ટ સિટીમાં એની પ્રથમ આઇએફએસસી શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. સીડીએસએલની આઇએફએસસી શાખા આઇએફએસસી સેન્ટરમાં એક્સચેન્જીસ પર ટ્રેડિંગ થતી વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સને ડિલિવરી આધારિત ટ્રેડિંગ પ્રસ્તુત કરીને નાણાકીય બજારોની વૃદ્ધિમાં પ્રદાન કરવાનો આશય ધરાવે છે.
આ ઉદ્ઘાટન સમારંભમાં સીડીએસએલનાં ચેરમેન શ્રી બી વી ચૌબાલ, પબ્લિક ઇન્ટરેસ્ટ ડાયરેક્ટર શ્રી બિમલ એન પટેલ તથા એમડી અને સીઇઓ શ્રી નેહલ વોરા ઉપસ્થિત હતાં. આ પ્રસંગે સીડીએસએલનાં ચેરમેન શ્રી બી વી ચૌબાલે કહ્યું હતું કે, “સીડીએસએલએ ગિફ્ટ સિટીમાં પ્રથમ ડિપોઝિટરી બનવાનું નવું સીમાચિહ્ન સર કર્યું છે. સીડીએસએલની સ્થાપના સુવિધાજનક, વિશ્વસનિય અને સુરક્ષિત ડિપોઝિટરી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે થઈ હતી અને અમે સમયની સાથે અમારી કામગીરીમાં પરિવર્તન કરીશું તેમજ નવા સીમાચિહ્નો સર કરીશું.”
આ પ્રસંગે ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી સુધીર માંકડ અને ગિફ્ટ સિટીનાં એમડી અને ગ્રૂપ સીઇઓ શ્રી તપન રે, ગિફ્ટ સેઝનાં ચેરમેન શ્રી મહેશ્વર સાહુ તેમજ સેબીના સીજીએમ શ્રી મનોજ કુમાર ઉપસ્થિત હતાં. આ પ્રસંગે ગિફ્ટ સિટીનાં એમડી અને ગ્રૂપ સીઇઓ શ્રી તપન રેએ કહ્યું હતું કે, “અમને ગિફ્ટ આઇએફએસસીમાં પ્રથમ ડિપોઝિટરી તરીકે સીડીએસએલને આવકારવાની ખુશી છે. ડિપોઝિટરી બજારની મહત્ત્વપૂર્ણ માળખાગત સંસ્થા છે અને સીડીએસએલની હાજરી ગિફ્ટ આઇએફએસસીમાં મૂડીબજારની ઇકોસિસ્ટમને સંપૂર્ણ બનાવશે. હવેથી ગિફ્ટ આઇએફએસસી એક્સચેન્જીસ ડિપોઝિટરી રીસિપ્ટ્સ, ઇટીએફ, બોન્ડ્ઝ વગેરે જેવા ઇન્વેસ્ટમેન્ટ ઉત્પાદનો ધરાવી શકશે, જે વિદેશી રોકાણકારોને આકર્ષશે અને ગિફ્ટ આઇએફએસસીમાં મૂડીબજારની કંપનીઓ માટે વ્યવસાયની નવી તકો ઊભી કરશે.”