Western Times News

Gujarati News

ગુજરાત સહિત ૧૩ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થઈ ગયું છે. જેના કારણે દેશના મોટાભાગના રાજ્યોમાં ફરીથી વરસાદનો દોર પણ શરૂ થયો છે. વરસાદના કારણે દિલ્હીના લોકોને ગરમીથી રાહત મળી છે. કેટલાક રાજ્યોમાં વરસાદના કારણે હાલ બેહાલ છે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઈડનું જોખમ યથાવત છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે આજે ૧૩ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ આજે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન, યુપી, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, અસમ, હરિયાણા સહિત ૧૩ રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય પ્રદેશમાં વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગે આગામી ૩-૪ દિવસમાં ભારે વરસાદની શક્યતા જતાવી છે.

મંગળવારે પણ ભોપાલ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો. ૬થી વધુ બંધના ગેટ ખોલાયા છે. નર્મદાનું જળસ્તર વધ્યું છે. યુપીમાં આગામી ૩ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. યુપીના ઝાંસી, લલિતપુર, અને મહોબામાં વીજળી પડવાથી મંગળવારે ૩ ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા.

બીજી બાજુ ઓડિશામાં મંગળવારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. એનડીઆરએફની ટીમોએ ૨ હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ઓડિશાના મલકાનગિરી, ગંજામ, અને કોરાપુટ જિલ્લાઓમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા. રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે હાલત ખરાબ છે. આગામી કેટલાક દિવસસુધી રાહતની આશા ઓછી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.