ગોધરામાં ગણેશ વિસર્જનને લઈને ફૂટ પેટ્રોલીંગ કરાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેર માં આવતી કાલે એટલે કે વિસર્જનની પૂર્વ સંધ્યાય યોજાનાર ગણપતિ દાદાના વિસર્જનની શોભાયાત્રાને લઈને જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વિસર્જનના રૂટ પર ફૂટ પેટ્રોલીંગ યોજાયુ હતુ.
ગોધરા શહેરમાં પાંચ દિવસ નું આતિથ્ય માણ્યા બાદ આવી કાલે એટલે કે ગુરુવારના રોજ નિર્ધારિત રૂટ ઉપર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આનબાન અને સાન સાથે ગણેશ વિસર્જન ની શોભાયાત્રા નીકળશે,આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાનાર છે જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે પંચમહાલ જિલ્લા કલેકટર, પંચમહાલ રેન્જ ડીઆઈજી,એસ પી, ડીવાયએસપી, પ્રાંત અધિકારી, નગર પાલિકા ,
એમજીવીસીએલ સહિતના બહાર થી બોલામા આવેલ પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓ ગણેશ વિસર્જન ની પૂર્વ સંધ્યાએ એટલે કે આજરોજ સમગ્ર ટીમ સાથે શહેર ના વિશ્વકર્મા ચોકથી, પટેલ વાળા, રાની મસ્જિદ, પોલન બજાર, રેલ્વે સ્ટેશન રોડ, ગીધવાની રોડ, રણછોડજી મંદિર રોડ, થઈને રામસાગર તળાવ ખાતે ફેગ માર્ચ યોજવામાં આવી હતી.