સંગીત દરેકના જીવનમાં સત્વ અને સત્ય ઉમેરે છે.
સંગીત એક એવી સરિતા છે જેને બન્ને કાંઠે શાંતિ અને સાંત્વના વસે છે. શારીરિક રીતે અને માનસિક રીતે તંદુરસ્તી બક્ષનાર સંગીત, તેમાં ડૂબી જનાર કે તેનો અભ્યાસ કરનાર બન્નેમાં એકાગ્રતા વધારે છે… એ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલું છે.
ઝીણી સૂઝથી અને સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતા શિક્ષણમાં ક્યારે સંવેદનાઓ ઉમેરાઈ જાય છે,એનો ખ્યાલ પણ આપણને આવતો નથી.આ પ્રક્રિયા અદ્રશ્ય રૂપે આપણા જીવનમાં નવા નવા આયમો મેળવવા આગળ વધીયે ત્યારે સામે આવે છે. કોઈપણ સ્તરે કાંઈક નવું શીખવું એ એક પડકાર હોય છે, પણ સંગીત આખી પ્રક્રિયાને સાહજિક અને સુંવાળી અવશ્ય બનાવી શકે છે.
વિશ્વની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ સંસ્કૃતિ અને સભ્યતા માટે જાણીતો છે. ની અંદર ચોસઠ કલાઓ છે તેમાં સંગીત કલા અનન્ય સ્થાન ધરાવે છે સંગીત મન અને હૃદયને આનંદમયમાં રાખે છે. ગુજરાતમાં ૭૦૦ વર્ષ પહેલા ભવાઈની શરૂઆત અસાઈત ઠાકરે કરી હતી.પહેલાના જમાનામાં ભવાઈ કરવા માટે ગામડાઓમાં રાત્રિના સમયગાળા દરમિયાન ખેતરના કામ પૂરા થયા પછી નિરાંતે જમ્યા પછી રાત્રિના સમયે ભવાય કે ભવૈયા દ્વારા કે કલાકારો પોતાની રીતે સંગીત કલા પ્રજા સમક્ષ વ્યક્ત કરતા હોય છે.
આ સંગીત કલામાં સામાજિક-શૈક્ષણિક ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવે છે. કલાએ સમાજ માટે દર્પણ સમાન હોય છે. સમાજમાં પડેલા દૂષણોને દૂર કરવા માટે સંગીતકલાએ અગ્નિમ ભાગ ભજવેલ છે. સંગીતમાં સા રે ગા મા પ ધ ની સા ના રાગો દ્વારા વ્યક્ત થતું હોઈ છે.
ગામડાના અબાલ અને નિરક્ષર વ્યક્તિઓને સંગીતનો રસાસ્વાદ કલાકારો દ્વારા હૃદયથી વ્યક્ત કરવામાં આવતો હોય છે. જેના કારણે સમાજમાં રહેલી અંધશ્રદ્ધા સામાજિક દૂષણ, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન, કન્યા કેળવણી તેમજ અનેક દૂષણો આવા સંગીતના દ્વારા સમાજમાં દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા વ્યક્ત થતું હતું. સંગીતએ જીવન છે તે સમાજનું વાસ્તવિક દર્પણ છે.
સંગીત દ્વારા સમાજની પ્રતિભાઓને પોતાની કલા વ્યક્ત કરવાની તક પ્રાપ્ત થાય છે. સંગીત આત્માના મિલન સાથે જોડાયેલું છે. સંગીતથી વાતાવરણ ભવ્ય અને દિવ્ય બને છે. સંગીત દ્વારા પૌરાણિક અને ઐતિહાસિક કલાના વારસાને જીવંત બનાવી શકાય છે. સંગીત દ્વારા જીવન જીવવાની કલા ઉજાગર થાય છે. ગુજરાતમાં મોટા ભાગે લોકસંગીત દ્વારા વ્યક્ત થાય છે. ગુજરાતમાં શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત બે પ્રકારો છે. સંગીત દ્વારા વાતાવરણને આબેહૂબ બનાવી શકાય છે.
પ્રાચીન નગર વડનગર માં નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈની દીકરી શર્મિષ્ઠા હતી, તેની બે દીકરીઓ તાના અને રીરી સંગીતની બેલડી તરીકે ભારતભરમાં જાણીતી છે. મલ્હાર રાગ દ્વારા તાનસેનને નવજીવન આપનાર આ બેલડી ગુજરાતની અસ્મિતા અને સંગીતનો અમૂલ્ય વારસો આપનાર રત્ન સમાન છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના રીરી મહોત્સવ વડનગરમાં યોજવામાં આવે છે. જેમાં રાષ્ટ્રના નામાંકિત સંગીતવિદને સંગીત કલાને વ્યક્ત કરવાની તક પ્રાપ્ત થાય છે. આવા સંગીતના કસબીઓને ઉત્તમ પ્લેટફોર્મ પ્રાપ્ત થાય છે. સંગીત જીવનનો એક ભાગ બની ગયું છે. સંગીત વિનાનું જીવન નર્ક સમાન છે.
આજે ટેકનોલોજીનો યુગ શરૂ થયો છે તેમ છતાં પ્રાચીન અને મધ્યકાલીન યુગ દરમિયાનનું સંગીત ગ્રામ્ય લેવલે જળવાઈ રહ્યું છે. ગમે તેટલા ડી.જે આવે પરંતુ જે હસ્તકલા દ્વારા વ્યક્ત થતી સંગીત કલા અદભુત હોય છે. તેના દ્વારા સમાજને કલા કૌશલ્યનો પરિચય કરાવવામાં આવે છે .શરણાઈ વાદક રમઝુ મીર તેના સૂર દ્વારા સંગીતનો પરિચય થાય છે.
લોકસંગીત સંગીતની કોઈ પણ શૈલી છે જે એક સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને જે લોકો તેમને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સંગીતકારોને તાલીમ આપી શકતા નથી અથવા ન પણ હોય તેવા લોકો દ્વારા ગાયું છે અથવા ભજવી શકાય છે.સમય બદલાઈ ગયો છે, લોક સંગીત આ વખતને પ્રગટ કરવા માટે પ્રગતિ કરે છે. જૂના શ્રમ અને વિરોધના ઘણા ગીતો આજે પણ ગાવામાં આવે છે, તેમ છતાં નવી છંદો સાથે સંકળાયેલા છે, જેમાં સંદર્ભોને પ્રતિબિંબિત કરવા માટે ઉમેરવામાં આવ્યા હતા જેમાં ગાયન સજીવન કરવામાં આવ્યાં હતાં. સંગીતશાસ્ત્રની બહાર, છેલ્લી સદીમાં ઝડપથી વિકસિત સંગીતની શૈલીને વર્ણવવા માટે “લોક સંગીત” નો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. તમે વિવેચકો અને પ્રશંસકોને એક કલાકારને “લોકગીત” તરીકે ઉલ્લેખતા સાંભળશો અને સામાન્ય રીતે તેનો અર્થ એ નથી કે તેઓ પરંપરાગત સ્ત્રોતમાંથી મેલોડી ઉધાર લે છે તેઓ તેમના એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ પર જે ગીત લખ્યા છે કે નહીં તે પેઢીઓ સુધી અસ્તિત્વમાં રહેશે નહીં ત્યાં સુધી તે ખૂબ જ સામાન્ય છે, તે ઘણા આધુનિક ટીકાકારો અને ચાહકો સાથે વાંધો નથી લાગતો – તે હજી પણ ‘લોક સ્થાનિક’ માં પ્રવેશી રહ્યો છે. જો આ લોક સંગીતની પરંપરાને હળવી કરે તો વિવેચકો, સંગીતકારો અને ચાહકો વચ્ચે વારંવાર વાતચીત થાય છે.
અહીં હેતુઓ માટે, ‘લોક સંગીત’ પરંપરાગત અમેરિકન સંગીત દ્વારા મેળવેલા અથવા તેનાથી પ્રભાવિત સંગીતનો ઉલ્લેખ કરે છે, પછી ભલે તે સમકાલીન મુખ્ય પ્રવાહની બેન્ડ
છે જે ક્લોહમેમર બેન્જો શૈલીનો ઉપયોગ કરવા માટે મૂકે છે, મૂળ હેતુ હતા સંગીત કે જે લોક પરંપરાને ધ્યાનમાં રાખે છે તે સતત તે પરંપરા પર નિર્માણ કરે છે અને તે જીવંત રાખે છે. જ્યાં સુધી તે મુખ્યત્વે કોઈ ચોક્કસ સમુદાયને અવાજ આપવાના હેતુથી તે સંગીત બનાવવામાં આવે છે, તે અમેરિકન લોક સંગીતની ચાલુ પરંપરામાં ફાળો આપી રહ્યો છે.લોકસંગીતને લોકો દ્વારા બનાવવામાં આવતી સૌથી વધુ યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તેથી ‘ક્લિફિફાયર્સ’ અથવા ‘ફોલ્કી’ જેવા ક્વોલિફાયર્સને અવગણવું એ મહત્વનું નથી કારણ કે તેઓ ૫૦ વર્ષ પહેલાં કરતા કંઇક અલગ હતા.આજે લોકકલાકારો પ્રાચીન સંગીતમાં પ્રાયોગિક સ્તરે પોતાની આવડત ઉમેરે છે તે ખરેખર નોંધનીય છે, જેઓ જુદા જુદા ગીતોમાં જુદા જુદા સંગીત પ્રભાવોને તેમના વર્ણનાત્મક ગીતોમાં સાંકળે છે,સંગીત જીવનનો અમૂલ્ય ભાવ છે તેનું સિંચન સદાય કરતા રેહેવુ.
સંગીતએ નવી ઉર્જાનો એક અક્ષય ભંડાર સ્ત્રોત છે. સંગીતના પ્રવાહમાં દરેક વ્યક્તિ તરબોળ થાય એવા સંગીતના કાર્યક્રમોની ખાસ જરૂર છે.શાળા કક્ષાએ સંગીતનો પ્રચાર પ્રસાર થાય અને સાંસ્કૃતિક લેવલે બાળકોનું યોગ્ય રીતે ઘડતર થાય તે આજના સમયની અવશ્યકતા છે. સંગીતમાં એવી શક્તિ હોય છે જે આપણા અજ્ઞાત મનની આંખને વિશિષ્ટ દ્રષ્ટિ અર્પે છે. તે સર્જનની દરેક પ્રક્રિયામાં રહસ્યમયરીતે કલ્પનાના તરંગ ઉમેરે છે.
આમ સંગીત જીવનના દરેક ડગલે આપણને આલૌકિક આનંદનો શાશ્વત અનુભવ કરાવે છે.