અમદાવાદ મ્યુનિસિપલ દક્ષિણ ઝોનના સાગઠીયા કોણ?
બાંધકામ તોડવા માટે ગયેલી ટીમને આ કથિત સાગઠિયાએ કેમ પરત બોલાવી? : ચર્ચાનો વિષય
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો લાં ભા વોર્ડ ભૂ-માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે. જેના માટે વોર્ડ અને ઝોનના ઉચ્ચ અધિકારીઓ જવાબદાર છે. જે બાંધકમો ને તોડવા માટે નોટિસ આપવામાં આવી હોય તેવા બાંધકામો તોડવામાં આવતા નથી તેમજ રોજ મોટી સંખ્યામાં નવા બાંધકામ શરૂ થાય છે.
ગુપ્તા સિન્થેટિક, ગુજરાત ગ્લાસ આના ઉત્તમ ઉદાહરણ છે. હવે, તેમાં ગોપાલ ફેબ્રિકનો ઉમેરો થયો છે. જેને વોર્ડના આસી.કમિશનર અને ઝોનના ડે. કમિશનર રક્ષણ આપી રહયા હોવાનો આક્ષેપ વોર્ડ કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવ્યો છે.
લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામસિંહ પરમાર ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર નો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. છે થોડા સમય પહેલા આસિસ્ટંટ ટીડીઓ ભોજક રૂપિયા ૨૦ લાખની લાંચ લેતા પકડાયા હતા. એનાં પહેલાં સુનિલ રાણા નામના અધિકારીની આવક કરતા વધુ એટલ ૩ કરોડ થી વધુ સંપતિ મા એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
હવે ,એવું બીજું ઉદાહરણ દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ભરતભાઈ પરમાર નું સામે આવ્યું છે લાંભા વોર્ડ મા આવેલ ગોપાલ ફેબ્રિક ના ગેરકાયદેસર બાંધકામ ને અગાઉ પોલીસ બંદોબસ્ત મળ્યો તો પણ અધિકારીઓ આ બાંધકામ તોડવા ગયા ન હતા.
લાંભા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રણ વાર ધારણા પ્રદર્શન કરી આવેદન પત્ર આપ્યા બાદ વિજિલેન્સ ની તપાસ કરવા ની માંગણી કરી તેમ છતા અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી આ બાંધકામ ને બચવામા આવ્યુ હતું. આ ભ્રષ્ટાચારને સત્તત ખુલ્લો પાડતા તારીખ ૧૦/૦૯/૨૦૨૪ ના રોજ પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડવા ગયા હતા ત્યારે દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી ભરતભાઈ પરમાર દ્વારા આ બાંધકામ તોડ્યા વગર ટીમ ને પરત બોલાવી લેવામા આવી હતી.
ડેપ્યુટી કમિશનર સાથે વાત તેમણે જણાવ્યું હતું કે આ બાંધકામ લીગલ છે એવી રજૂઆત આવી છે એટલે મેં ટીમ પરત બોલાવી ( અગાઉ પણ ૨ વખત આ બાંધકામ તોડવા ગયેલી ટીમને પરત બોલાવામા આવેલી છે ) આ બાંધકામ ને ૨ વર્ષ પહેલા નોટીસ આપવામા આવી હતી આ બાંધકામ ને લીગલ કરવામા આવશે એવા બોન્ડ લેવામા આવ્યા હતા ચાર વાર બંધ કામ ને સીલ મારવામા આવ્યુ હતું નવી શરત ની જમીન હોય અને ફાઇનલ પ્લોટ ના હોઈ આ બાંધકામ કોઈ હિસાબે મંજુર થાય તેમ નથી તેની અધિકારીઓને જાણ હોવા છતાં આવા તકલાદી જવાબો આ બાંધકામ ને બચાવ માટે આપવામા આવે છે.
નવાઈ ની વાત તો એ છે કે ડિપ્યુટી કમિશનર કક્ષા ના જવાબદાર અધિકારી ભ્રષ્ટાચાર વાળા આવા બાંધકામ ને જાહેરમા બચાવી રહ્યા છે. તેથી પ્રશ્ન એ છે કે શુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા પણ નવા સાગઠિયા તૈયાર થઈ રહ્યા છે ?
લાંભા વોર્ડના આસી કમિશનર મહેન્દ્ર સોખડીયાની રહેમનજરે બે વર્ષ થી બનેલા આ ૧૦૦૦૦ વાર થી વધુ (લાંભાવોર્ડ ના સૌથી મોટા ગેરકાયદેસર બાંધકામ) ના આ બાંધકામ અંગે ડે. કમિશનર અને આસી.કમિશનરને એક દમ થી બ્રહ્મજ્ઞાન આવ્યું કે આ બાંધકામ લીગલ છે.અને જો તે લીગલ હોય તો એનું બીયુ પરમિશન કયા ? અને જો બીયું પરમિશન હોય તો કોર્પોરેશનને ચેક કરતા કેટલો સમય લાગે? જો આ બાંધકામ લીગલ હોય તો પછી તોડવા માટે પોલીસ બંદોબસ્ત શા માટે માંગવામાં આવ્યો? આવા અનેક પ્રશ્નોના જવાબ વોર્ડના આસી.કમિશનર અને ડે.કમિશનરે આપવા જરૂરી છે.
એક બાબત બહુ સ્પષ્ટ છે કે આ બાંધકામ બચાવવા આસી. કમિશનર અને ડેપ્યુટી કમિશનર પોતે મેદાને આવતા હોય તો ભાજપ ના કોઈ મોટા નેતા ની સંડોવાણી હોય જ ફરી એક વાર ભાજપ ભ્રષ્ટાચાર અને અધિકારી ઓના સેટ્ટિંગ ખુલ્લા પડ્યા છે. તેથી લાં ભા વોર્ડના આસી.કમિશનર ની તાત્કાલિક બદલી કરવામાં આવે અને નિયમ મુજબ ગોપાલ ફેબ્રિક નું બાંધકામ તોડવામાં આવે તેવી અમારી માંગણી છે.અન્યથા આ મામલે અમારે તકેદારી આયોગ અને કોર્ટનો સહારો લેવો પડશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી.