Western Times News

Gujarati News

વડોદરાને ડૂબાડનાર હાલમાં સુરતમાં TPO-આવક કરતા ૫૬.૭ ટકા વધુ સંપત્તિ

સુરતના સાગઠીયા પાસે પર આવક કરતાં વધુ સંપત્તિ મળી-સુરતના તત્કાલિન ટાઉન પ્લાનરની 

(એજન્સી)સુરત, રાજકોટમાં થયેલી ગેમઝોન દુર્ઘટના બાદ મ્યુનિસિપાલિટીના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાની ધરપકડ કરીને તેની સંપત્તિની તપાસ કરવામાં આવી હતી. એસીબીએ તપાસ શરૂ કરતાં ૨૦૧૨ની સાલથી લઈ ૨૦૨૪ની સાલ દરમિયાન સાગઠિયાએ તેની દેખીતી આવક કરતાં ભ્રષ્ટ રીતરસમો અપનાવી ૧૦.૫૫ કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતાં ગુનો દાખલ કર્યો હતો.

હવે સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ લાહનાભાઈ ભોયા સામે વડોદરા છઝ્રમ્ દ્વારા ભ્રષ્ટાચાર અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ લાહનાભાઈ ભોયા  (Surat Town Planner Kailash Lahnabhai Bhoya) સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોના પગલે એસીબી વડોદરા બ્યુરો દ્વારા તેઓની મિલકત અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

વડોદરા એસીબી દ્વારા તારીખ ૧ એપ્રિલ ૨૦૧૨થી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન કૈલાશ ભોયાની મિલકતના પુરાવા તેમજ બેંક ખાતાની વિગતો મેળવીને ઊંડી તપાસ હાથ ધરવામાં આવી હતી.

એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરાતા કૈલાશ ભોયાની કાયદેસરની કુલ આવક ૨.૭૫ કરોડ હતી, જેની સામે તેમને પોતાના અને પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ ૪.૩૩ કરોડનો કર્યો હતો. આમ આવક કરતા ૧.૭૫ કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું બહાર આવ્યું હતું.

અગાઉ વડોદરામાં પણ ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ ૫૬.૭ ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી હોવાનું ફલિત થતાં કૈલાશ ભોયા સામે આવક કરતા વધુ મિલકતનો ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.