Western Times News

Gujarati News

ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ ગુજરાતમાં નુકશાનનો સર્વે કરશે

File

રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે બેઠક યોજાઈ

  અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાન સંદર્ભે નવી દિલ્હીથી આવેલ ટીમ સાથે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.

તા.૨૫ ઓગસ્ટ.૨૦૨૪થી રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે પડેલ ભારે વરસાદને કારણે ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં થયેલ નુકશાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ૬ સભ્યોની ટીમ  તા. ૧૨સપ્ટેમ્બરથી તા. ૧૫સપ્ટેમ્બર ૨૦૨૪ ચાર દિવસીય ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત કરશે.

 સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે  અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ અને શ્રી રાજેન્દ્ર રત્નુ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમનેશનલ ઇંસ્ટિટ્યૂટ ડિજાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષસ્થાને તથા રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેની ઉપસ્થિતિમાં અલગ અલગ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી. 

અધિક મુખ્ય સચિવશ્રીમહેસૂલ અને શ્રી રાજેન્દ્ર રત્નુ દ્વારા રાજ્યમાં વરસાદના કારણે થયેલ નુકશાનીના સંદર્ભે કૃષિસિંચાઈપાણી પુરવઠાપશુપાલનમાર્ગ અને મકાનઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, SSNNL વગેરે વિભાગોના નોડલ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરવામાં આવી  હતી.

   આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi Division, ફોરેસ્ટઆરોગ્યજી.એમ.બી.ઊર્જામાર્ગ અને  મકાન, GSRTC, યુ.ડી.ડીપંચાયતપશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાયશિક્ષણકૃષિમાહિતી વિભાગના અધિકારીશ્રીઓ અને નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.