મીના કુમારી-કમાલ અમરોહીની લવ સ્ટોરી પર ફિલ્મ બનશે
મુંબઈ, હિન્દી ફિલ્મ જગતની સદા બહાર એક્ટ્રેસ અને દિગ્ગજ ફિલ્મ મેકર કમાલ અમરોહી વચ્ચે પ્રણય સંબંધ હોવાની દરેકને જાણકારી છે.
મીના કુમારી ૧૮ વર્ષનાં હતાં અને કમાલ અમરોહી ૩૪ વર્ષના હતાં ત્યારે તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. ઉંમરના મોટાં તફાવત છતાં બંને વચ્ચે લાગણી બંધાઈ અને તેમનો આ સંબંધ આજીવન રહ્યો હતો. ૨૦ વર્ષની તેમની આ લવ સ્ટોરી આધારિત ફિલ્મ બનાવવાનું આયોજન થયું છે.
કમાલ અમરોહીનો પૌત્ર બિલાલ અમરોહી ‘કમાલ ઔર મીના’ને પ્રોડ્યુસ કરવાનો છે. કમાલ-મીનાના જીવનના ૨૦ વર્ષના સંબંધોને આવરી લેતી ફિલ્મમાં બિલાલ ઉપરાંત સારેગામા અને રોહનદીપ સિંગ પણ પ્રોડ્યુસર છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ થશે, જ્યારે મ્યૂઝિક એ.આર. રહેમાન આપવાના છે.
ફિલ્મની કાસ્ટ અંગેની માહિતી હજુ જાહેર થઈ નથી. સંજય દત્તે ‘કમાલ ઔર મીના’નો એનાઉન્સમેન્ટ વીડિયો શેર કરતાં સાચી અને બિલાલને નવા સાહસ માટે શુભેચ્છા આપી હતી. ફિલ્મના પ્રોડ્યુસર અને કમાલ અમરોહીના પૌત્ર બિલાલે જણાવ્યું હતું કે, તેમના દાદા કમાલ અમરોહીની અનટોલ્ડ લવ સ્ટોરી અને પાકિઝા ફિલ્મ બનાવવા તેમના સંઘર્ષને ફિલ્મમાં રજૂ કરવામાં આવે છે.
સિનેમેટિક બ્રિલિયન્સ માટે ઓળખાતા કમલ અને લીજન્ડરી મીના કુમારીની આ લવસ્ટોરીએ ભારતીય સિનેમાનું ખૂબ સુંદર, છતાં કરુણ પ્રકરણ છે. કમાલ અને મીનાએ એકબીજાને લખેલા ૫૦૦ પત્રોનું તેમની પાસે કલેક્શન છે. તેમના સહજીવનની જર્નલ પણ સાચવી રાખેલી છે.
બિલાલના પિતા તાજદાર અમરોહી શૂટિંગ દરમિયાન અને ત્યારબાદ પણ બંનેની સાથે રહેતા હતા. અન્ય કોઈને ખબર નથી તેવી હૃદયસ્પર્શી કથાને દુનિયા સમક્ષ રજૂ કરવી છે. ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ પી. મલહોત્રાએ અગાઉ ‘હિચકી’ અને ‘મહારાજ’ ફિલ્મો બનાવેલી છે. તેમણે જણાવ્યું હતું કે, મીના કુમારી અને કમાલના સંબંધો ખૂબ ગાઢ અને સર્જનાત્મક જોડાણ ધરાવતા હતા.
મીના કુમારી ૧૮ વર્ષનાં હતાં અને કમાલ અમરોહી ૩૪ વર્ષના હતા ત્યારે તેમની મુલાકાત થઈ હતી અને ૨૦ વર્ષના સંબંધોની શરૂઆત થઈ હતી. ‘પાકિઝા’ના શૂટિંગ પર તેઓ પહેલી વાર મળ્યા હતા. તેમની સ્ટોરીમાં પ્રેમ, લાગણી, ઉન્માદ અને સંગીત છે. ફિલ્મના મ્યૂઝિક માટે ભવાની ઐયર, કૌસર મુનિર, ઈર્શાદ કામિલ સાથે એ.આર. રહેમાનનો સાથ મળ્યો છે. આ ફિલ્મ ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે. ફિલ્મની કાસ્ટને આગામી સમયમાં સત્તાવાર જાહેર કરવામાં આવશે.SS1MS