Western Times News

Gujarati News

‘અક્ષયને ફરી સાથ આપશે પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાની

મુંબઈ, સતત ફ્લોપ ફિલ્મોના રેકોર્ડ છતાં અક્ષય કુમારને નવી ફિલ્મો ઓફર થઈ રહી છે. અક્ષયે બે દિવસ પહેલાં ૫૭મા જન્મદિને સરપ્રાઈઝ એનાઉન્સમેન્ટ કરી હતી. જાણીતા ડાયરેક્ટર પ્રિયદર્શન સાથે ૧૩ વર્ષ બાદ અક્ષય કુમાર ફિલ્મ કરવાના છે, જેનું નામ ‘ભૂત બંગલા’ છે.

અક્ષય અને પ્રિયદર્શને અગાઉ સંખ્યાબંધ હિટ કોમેડી ફિલ્મો આપી છે. આ વખતે અક્ષય-પ્રિયદર્શનની જોડી હોરર કોમેડી લઈને આવી રહી છે. રિસેન્ટ ડેવલપમેન્ટ મુજબ, અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અસરાનીની ત્રિપુટી જોવા મળશે.

અક્ષય કુમાર અને પ્રિયદર્શને બોલિવૂડની યાદગાર કોમેડી ફિલ્મો આપેલી છે. જેમાં ‘હેરાફેરી’, ‘ગરમ મસાલા’, ‘ભાગમ ભાગ’ અને ‘ભૂલ ભુલૈયા’નો સમાવેશ થાય છે. અગાઉ આ જોડીએ બોક્સઓફિસ પર મેળવેલી સફળતાને જોતાં ‘ભૂત બંગલા’ને સારો રિસ્પોન્સ મળવાની શક્યતા છે.

અક્ષય કુમારે પોતાનું એક્સાઈટમેન્ટ શેર કરતાં સોશિયલ મીડિયા ર જાવ્યું હતું કે, લાંબા સમય બાદ આ ડ્રીમ કોલાબરેશન થઈ રહ્યું છે. અક્ષય કુમારે ફિલ્મનું મોશન પોસ્ટર પણ શેર કર્યું હતું, જેમાં તે ખભા પર કાળી બિલાડી મૂકીને દૂધ પીતા દેખાય છે.

અક્ષયનો આ અતરંગી લૂક જોઈને ફિલ્મના કોમેડી મિજાજનો અંદાજ આવી જાય છે. રિપોટ્‌ર્સ મુજબ, સ્ટોરીમાં યુનિક કોમેડી ફ્લેવર લાવવા માટે ત્રણ આઈકોનિક એક્ટર ફરી અક્ષયની સાથે જોવા મળશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ આ રીયુનિયન સાથે મેચ થઈ રહી છે.

દરેક કેરેક્ટર હાસ્યનું વાવાઝોડું લાવવા સક્ષમ છે. ઓડિયન્સની હાલની પસંદગીને જોતાં કોમેડી સાથે હોરનું કોમ્બિનેશન રખાયું છે. અક્ષયની સાથે આ ત્રિપુટીની ધમાલ માણી ચૂકેલા ઓડિયન્સની સાથે હાલની જનરેશનની ચોઈસનું પણ ધ્યાન રખાયું છે.

‘ભૂત બંગલા’ ૨૦૨૫માં ફ્લોર પર જવાની છે અને તે જ વર્ષે તેને રિલીઝ કરવાનો પણ પ્લાન છે. ફિલ્મને એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ તથા અક્ષય કુમારના કેપ ઓફ ગુડ હોપ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. કાસ્ટ સિલેક્શનમાં હજુ અડધું કામ બાકી છે અને ત્રણ લીડ એક્ટ્રેસને ફાઈનલ કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. અક્ષય કુમારે ગણતરીપૂર્વક પોતાના જન્મદિને નવી ફિલ્મ એનાઉન્સ કરી હતી.

બોક્સઓફિસ પર સફળતા માટે મથી રહેલા અક્ષયે સ્ટોરીમાં નવો અખતરો કરવાની સાથે જૂની જોડી સાથે ફરી નસીબ અજમાવવાનું વિચાર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.