Western Times News

Gujarati News

ઓલિમ્પિક કેપ પહેરવા PM મોદી જમીન પર બેસી ગયા (જૂઓ વિડીયો)

ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નવદિપની ઉંચાઇ ફકત 4.4 ફુટ જેટલી હતી PM મોદીને ટોપી પહેરાવવા માંગતા હતા. વડાપ્રધાને તેની મુશ્કેલી પારખી અને ખુદ જમીન ઉપર નીચે બેસી ગયા 

નવી દિલ્હી,  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પેરીસમાં યોજાયેલ પેરા ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા અને દેશ માટે ગૌરવ વધારવા બદલ તેમની પીઠ થાબડી તે સમયે એક ભાવુક પળ સર્જાઇ હતી. Prime Minister @narendramodi went down on his knees for the Para Olympic player

ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નવદિપની ઉંચાઇ ફકત 4.4 ફુટ જેટલી છે અને તેઓ વડાપ્રધાનને ઓલિમ્પિક કેપ પહેરાવવા માંગતા હતા અને પરંતુ તેઓ વડાપ્રધાનના માથા સુધી પહોંચી ન શકે તે સ્વાભાવિક છે.

તેથી વડાપ્રધાને તેની મુશ્કેલી પારખી અને ખુદ જમીન ઉપર નીચે બેસી ગયા અને સૌએ મોદીની આ સંવેદનશીલતા બદલ તાળીઓ પાડીને વધાવી લીધા. નવદિપએ બાદમાં તેના ખભા પર વડાપ્રધાનના હસ્તાક્ષર લીધા હતા અને તેની સાથે થોડી રમૂજ પણ માણી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.