ભારે વરસાદથી રાજકોટનાં 506 ગામોમાં ખેતી પાકોનું મોટું નુકશાન
કપાસ, મરચા, તુવેરમાં વધુ નુકશાની થઈ સાડા પાંચ કરોડની પ્રાથમિક નુકશાનીનો અંદાજ
રાજકોટ, તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પુરને કારણે રાજકોટ જીલ્લામાં ખેતીની જમીન અને પાકને ભારે નુકશાન થયું છે. આ મામલે ગયા અઠવાડીયે સર્વે શરૂ થયો છે. રાજકોટ જીલ્લાના પ૦૬ ગામોમાં ખેતીપાકને નુકશાન થયાનું સામે આવ્યું છે.
આ અંગે રાજકોટ જીલ્લા કલેકટર પ્રભાવ જોશીએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ પાક નુકશાનીનો સર્વે ચાલી રહયો છે. કુલ પ૦૬ ગામોમાં ખેતીના પાકને નુકશાન થયું છે. ૧૦૮ ગામોમાં સર્વે પુરો થયો છે. હાલ પ૭ ટીમો કામ કરી રહી છે. કલેકટરે જણાવ્યું હતુંકે જે ૧૦૮ ગામોમાં સર્વે પુરો થયો છે. તેમાં ૬૪૮પ હેકટર જમીન એવી છે કે જેમાં ખેતીની જમીન અને પાકને ૩૩ ટકાથી વધુ નુકશાની થઈ છે. આ ખેડૂતોને સહાય મળશે.
તેમણે ઉમેયું હતું કે, જસદણ-વિછીયા પંથકમાં નુકશાની ન હોય તે વિસ્તાર આમાં લેવાયા નથી બાકી ઉપલેટા, જામકંડોરણા સહીત તમામ તાલુકામાં સર્વે ચાલુ છે. ખાસ કરીને કપાસ મરચા, તુવેરના પાકને ભારે નુકશાન છે. જે સર્વે પુરો થયો ેતના પ્રાથમીક અંદાજ મુજબ સાડા પાંચ કરોડ રૂપિયાની પ્રાથમીક અંદાજ મુજબ સાડા પાંચ કરોડ રૂપિયાની નુકશાની થયાનો અંદાજ છે. આગામી બેથી ત્રણ દિવસમાં સર્વે પુર્ણ કરી લેવાશે. અને બાદમાં સરકારને રીપોર્ટટ કરી દેવાશે.
મહત્વની છે કે ચાલુ વર્ષે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં વધારે વરસાદ અત્યારે સુધીમાં નોધાઈ ચુકયો છે. અનેક વખત ભારે વરસાદ નોધાયો છે. વધુ પડતા વરસાદનાં કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. નદીઓમાં પુર અને ખેતરોમાં સતત ભરાઈ રહેલા પાણીના કારણે ખરીફ પાકને ભારે નુકશાનની બુમ ઉઠવા પામી છે.
ખાસ કરીને નુકશાનની બુમ ઉઠવા પામી છે. ખાસ કરીને કપાસ, મગફળી, તુવેર સહીતના પાકોને ભારે પ્રમાણમાં નુકશાન થયું છે. ખેતરોમાં સતત વરસાદીપાણી ભરાઈ રહેવાના કારણે પાક ઉભો સુકાઈ ગયો છે. વધુ પાણી લાગી જવાથી કોહવાઈ ગયો છે. આ પ્રકારની સ્થિતી લગભગ દરેક ગામના ખેતરોમાં જોવા મળી રહી છે.
નુકશાનના કારણે ખેડૂતોને સ્થિતિ વધુ દયનીય બની ગઈ છે. જોકે હવે રાજય સરકાર દ્વારા નીતિ નિયમો અનુસાર ખેતીમાં થયેલા નુકશાન અંગે સર્વેની કામગીરીનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને તેમને થયેલા નુકશાન અંગે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.