ગોધરા ખાતે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ આજે ભાવ વિભોર સાથે શ્રીજીની પ્રતિમાનું રામસાગર તળાવ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે વિશ્વકર્મા ચોક માં પૂજન અર્ચન કર્યા બાદ નિકળેલી શોભાયાત્રામાં એકબાદ એક શ્રીજીની સવારીઓ શહેરના વિસર્જન રૂટ પર જોડાઈ હતી. શ્રીજી સવારી ના વિસર્જન રૂટ ઉપર વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં એક બાદ એક શોભાયાત્રા આગળ વધી ને મોડી રાત્રે રામસાગર તળાવ ખાતે એક બાદ એક પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું..
ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે થી પંચમહાલ કલેક્ટર આશિષ કુમાર,પંચમહાલ રેન્જ ડીઆઈજી રાજેન્દ્ર અસારી, પોલીસવડા હિમાંશુ સોલંકી તેમજ ધારાસભ્ય , સાંસદ સભ્ય અને આયોજન સમિતિ અગ્રણીઓએ પૂજા અર્ચના સાથે બપોરે ૧૨ઃ૩૯ કલાકે ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નારા વચ્ચે ગણેશ ભક્તોએ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવાનું હતું. પરંતુ અનિવાર્ય સંજોગના લીધે એક કલાક શોભાયાત્રા મોડી નીકળવામાં આવી હતી.
જ્યારે ધીરે ધીરે શહેર મા શ્રીજી ની પ્રતિમાઓ વિવિધ મંડળો દ્રારા ઢોલ-નગારા ત્રાંસા અને ડીજેના સથવારે અબીલ ગુલાલની વચ્ચે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથેની શોભાયાત્રા માં શ્રીજીની સવારીઓ નું રાજ્ય સભાના સાંસદ જશવંતસિંહજી પરમાર, ધારાસભ્ય સી કે રાઉલજી, સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ ભાજપ ના આગેવાનો અને હોદ્દેદારો સ્વાગત કરવામાં આવ્યું હતું.
તદ્દઉપરાંત, જુની પોસ્ટ હોફીસ, પટેલવાળા, રાણી મસ્જિદ અને પોલન બજાર પાસે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું તેમજ અન્ય સંસ્થાઓએ પણ પાણી તથા શરબતની ગણેશ ભક્તોને સેવા આપી હતી. શહેર માં કોઈ અનિચ્છદ બનાવનાર બને તે માટે પોલીસ તંત્ર જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.