Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતી અપનાવો તો આપણી ધરતી અને આપણી જિંદગી બચી શકે : આચાર્ય દેવવ્રતજી

ડૉ. યશવંતસિંહ પરમાર હૉર્ટીકલ્ચર અને ફોરેસ્ટ્રી યુનિવર્સિટીહિમાચલ પ્રદેશ દ્વારા પ્રાકૃતિક ખેતી પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન

પ્રાકૃતિક ખેતી પર યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ફ્રાંસસર્બિયાબ્રિટનમોરિશિયસનેપાળ વગેરે દેશોના કૃષિ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.

ડૉ. યશવંત સિંહ પરમાર ઔદ્યનિકી અને વનિકી યુનિવર્સિટીનૌનીસોલનહિમાચલ પ્રદેશ દ્વારા ફ્રેન્ચ નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર એગ્રિકલ્ચરફૂડ એન્ડ એન્વાયરમેન્ટફ્રાંસ અને ઈન્ડિયન ઇકોલોજિકલ સોસાયટીના હિમાચલ પ્રદેશ ચેપ્ટરના સહયોગથી આજે હિમાચલ પ્રદેશમાં સ્થાયી ખાદ્ય પ્રણાલીઓને સક્ષમ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી‘ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું હતું.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી પર યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં જણાવ્યું કેપ્રાકૃતિક ખેતી શુદ્ધ વિજ્ઞાન છે. પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. જેટલા વધારે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયા વધશેતેટલો જ ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌને વિનંતી કરી કે પ્રાકૃતિક ખેતી અપનાવોજેથી આપણી ધરતી અને આપણી જિંદગી બચી શકે. યૂરિયા અને રસાયણિક ખાતરે આપણી ધરતીને બીમાર બનાવી દીધી છે. તેને પુનઃ ફળદ્રુપ કરવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ભારતના એ કૃષિ વૈજ્ઞાનિકોનો આભાર માનું છુંજેમણે 1960ના દાયકામાંજ્યારે ભારત અનાજના અભાવનો સામનો કરી રહ્યું હતુંવિદેશમાંથી અનાજ આયાત કરવું પડતું હતું અને લોકોને પેટ ભરવું મુશ્કેલ હતુંતે સમયે હરિત ક્રાંતિની શરૂઆત કરી અને આપણેભારતના લોકો અનાજની દ્રષ્ટિએ આત્મનિર્ભર બની શક્યા.

પરંતુ, આપણે વિચાર્યા વિનારસાયણિક ખાતર અને કીટનાશકોનો અંધાધૂંધ ઉપયોગ કર્યો. આ દિશામાં ઝડપ એટલી વધી ગઈ કે તેનું ખરાબ પરિણામ હવે આપણી સામે આવવા માંડ્યું છે.

તેમણે કહ્યું કેઆજની સૌથી મોટી સમસ્યા વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ છેગ્લોબલ વોર્મિંગ આખા વિશ્વ માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. તેમાં આપણા નિર્ણયો કેટલા ટકાઉ હશેઆપણું પશુધન કેવી રીતે જીવિત રહી શકશેમાનવજાતનું ભવિષ્ય શું હશે?

વૈશ્વિક તાપમાન વધવાના અનેક કારણો છેપરંતુ રસાયણિક ખેતીનો પણ તેમાં મોટો ફાળો છે. જ્યારે યૂરિયા અને ડીએપી ખેતરોમાં છાંટવામાં આવે છેતો તેમાં રહેલું નાઈટ્રોજન ઓક્સિજન સાથે સંપર્કમાં આવે છેતો નાઈટ્રસ ઓક્સાઈડ નામનો ગેસ ઉત્પન્ન થાય છેજે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધુ ખતરનાક છે.

તેમણે કહ્યું કેજેને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ – જૈવિક ખેતી કહીએ છીએ અને જેનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છેતેમાં ગોબરના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. ગોબરથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છેજે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 22 ગણો વધુ ખતરનાક છે. મેં પોતે મારા ખેતરમાં 5 એકરમાં 3 વર્ષ સુધી જૈવિક ખેતી કરીપરંતુ તેમાં મહેનત પણ વધુ લાગીખર્ચ પણ વધુ થયોઅને ઉત્પાદન પણ પૂરતું નહીં મળ્યું.

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીમાં જમીન-આસમાનનો ફરક છે. આ વાતને વિગતવાર સમજાવતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કેબંને એકબીજાથી વિપરીત છે. પ્રાકૃતિક ખેતીથી ધરતીનો ઓર્ગેનિક કાર્બનજૈવિક ખેતીની તુલનામાં અનેક ગણો વધારે ઝડપથી વધે છે. પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. જેટલા વધારે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયા વધશેતેટલો જ ઓર્ગેનિક કાર્બન વધશે.

આ બધા સૂક્ષ્મ જીવાણુઓ અને મિત્ર જીવોધરતીના ઓર્ગેનિક કાર્બનને વધારવાનું કામ કરે છે. બીજી બાજુરસાયણિક ખેતી આ બધા સૂક્ષ્મ જીવાણુઓ અને મિત્ર જીવોને નષ્ટ કરવાની કામગીરી કરે છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેગુજરાતમાં આ સમયે 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હિમાચલમાં પણ 1,70,000 કરતાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે.

જંગલોમાં કોણ યૂરિયા કે ડીએપી નાખે છેકોણ ગોબરનું ખાતર નાખે છેપાણી કોણ આપે છેકોઈ નહીં. છતાંયજંગલના છોડમાં કોઈ પણ પોષક તત્વની અછત નથી થતી. કુદરત જંગલમાં જે કામ કરે છેતે જ આપણા ખેતરમાં પણ કરે તે જ પ્રાકૃતિક ખેતી.

આપણે કહીએ છીએ, “માતા ભૂમિ: પુત્રોઽહં પૃથિવ્યા:” – શાસ્ત્રોમાં લખેલું છે કેધરતી આપણી માતા છે અને આપણે તેના પુત્ર છીએ. પરંતુઆપણે કેવા પુત્ર છીએજે પોતાની માતાને ઝેર પીવડાવી રહ્યા છેઅંધાધૂંધ ઝેર પીવડાવી રહ્યા છે.

આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લડૉ. યશવંત સિંહ પરમાર ઔદ્યનિકી અને વનિકી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર શ્રી રાજેશ્વર સિંહ ચંદેલપ્રોફેસર શ્રી એલિસન એમ. લૉન્કોટોહિમાચલ પ્રદેશ સરકારના સચિવ (બાગાયત) શ્રી ડૉ. સી. પૉલરસુઇન્ડિયન ઇકોલોજિકલ સોસાયટી, હિમાચલ પ્રદેશ ચેપ્ટરના અધ્યક્ષ શ્રી ડૉ. પ્રદીપ કુમાર અને ફ્રાંસસર્બિયાબ્રિટનમોરીશિયસનેપાળ વગેરે દેશોના કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.