નક્સલવાદી કમાન્ડર હિડમા ગામમાં પોલીસ કેમ્પ પર હુમલો
નવી દિલ્હી, જવાબી કાર્યવાહી બાદ નક્સલીઓએ ત્યાંથી ભાગવું પડ્યું હતું. ૨૦ મિનિટ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનો, સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. જો કે આ એન્કાઉન્ટરમાં કોઈ નુકસાનના સમાચાર નથી.નક્સલવાદીઓએ ટોચના નક્સલવાદી કમાન્ડર હિડમાના પુવારતી ગામમાં પોલીસ કેમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો.
આ કેમ્પની સ્થાપના આ વર્ષે કરવામાં આવી હતી. આ પ્રકારનો પ્રયાસ પ્રથમ વખત કરવામાં આવ્યો છે. નક્સલી હુમલા બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી.જવાબી કાર્યવાહી બાદ નક્સલીઓએ ત્યાંથી ભાગવું પડ્યું હતું.
૨૦ મિનિટ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનો, સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. જો કે આ એન્કાઉન્ટરમાં કોઈ નુકસાનના સમાચાર નથી.
શુક્રવારે પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘આજે ૧૩ સપ્ટેમ્બરના રોજ સાંજે લગભગ ૬ઃ૩૦-૭ઃ૦૦ વાગ્યે જાગરગુંડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સુરક્ષા કેમ્પ પર નક્સલવાદીઓએ હુમલો કર્યાે હતો. નક્સલવાદીઓએ સુરક્ષા દળોને મારવાના ઈરાદાથી યુબીજીએલ તરફથી ૧૫-૨૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પોલીસે કહ્યું, ‘જવાબમાં સુરક્ષા દળોએ પણ સ્વબચાવમાં ગોળીબાર કર્યાે. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીને કારણે નક્સલવાદીઓ જંગલ, ઝાડીઓ અને અંધકારનો ફાયદો ઉઠાવીને ભાગી ગયા હતા. આ ઘટનામાં સુરક્ષા દળો તરફથી કોઈ જાનહાનિ થઈ નથી.SS1MS