સુરતમાં બાળકીની છેડતીના આરોપ બાદ યુવકનો ફાંસો ખાઈ આપઘાત
        સુરત, સુરત સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીની છેડતીના આરોપ બાદ યુવકે આજે સવારે ઘર પાસે ઝાડની ડાળી સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ગઈ રાત્રિએ મૃતક યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં છેડતી અંગે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ડીંડોલી વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય નયન સૂખાભાઈ પટેલ છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ગઈ કાલે સાંજે છ વાગ્યાના સમયગાળા દરમિયાન નયને મહોલ્લામાં રહેતી પાંચ વર્ષની બાળકીને ૧૫ રૂપિયા આપીને મહોલ્લાની બહાર નાકા પર ચા બિસ્કિટ લેવા માટે મોકલી હતી.
ચા બિસ્કિટ લઈને ઘરે પરત ફરેલી બાળકીને નયન પોતાના ઘરમાં લઈ ગયો હતો અને જ્યાં તેણે તેણીને ૧૦ રૂપિયા આપી શારીરિક અડપલાં કર્યા હતા. જેના કારણે બાળકી ગભરાઈ ગઈ હતી અને દોડતી દોડતી પોતાના ઘરે જઈ તેની માટેના જાણ કરી હતી.
બાદમાં રાત્રે કામ પરથી પરત આવેલા બાળકીના પિતાને આ વતની જાણ કરતા તેઓએ નયનના ઘરે જઈ બબાલ કરી હતી અને બાદમાં ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદ આધારે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસ પકડી જશે તેવા ડરના માર્યા આરોપી નયને આજે સવારે પોતાના ઘર પાસે ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવ અંગે ડીંડોલી પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.SS1MS
