ગુજરાત રિસર્ચ સોસાયટી ખાતે સ્મૃતિ વ્યાખ્યાન અને શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, ગુજરાત રિસર્ચ સોસાયટી પાલડી અમદાવાદના ઉપક્રમે તા. 9-9-2024ના રોજ પદ્મશ્રી કે. કા. શાસ્ત્રી અને ડો. ભારતીબેન શેલતની સ્મૃતિમાં હેતલ વાઘેલાનું ગુજરાત વિદ્યાસભા વિશેનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. વિદ્યાસભાની સ્થાપના તેની પ્રવૃત્તિઓ અને તેના હોદ્દેદારો વિષે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
આ સાથે જાણીતા ઈતિહાસકાર ડો. મકરંદ મહેતાને શ્રધ્ધાંજલિ આપવમાં આવી હતી. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચીવ પી. કે. લહેરી અને પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ કે. કા. શાસ્ત્રી, ભારતીબેન અને મહેતા સાહેબના સંશોધન કાર્યનો સુંદર અહેવાલ રજૂ કરીને ત્રણેય મહાનુભાવોને શ્રધ્ધાંજલિ આપી હતી.
આ કાર્યક્રમના અંતે સંસ્થાના માનદમંત્રી સિધ્ધાર્થભાઈ મણકીવાલાએ આભાર વિધી કરી હતી. આ કાર્યક્રમમાં પૂર્ણીમાબેન શાસ્ત્રી, શૈલેષભાઈ શાસ્ત્રી તથા મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યોએ ભાગ લીધો હતો.