Western Times News

Gujarati News

કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ગાંજાને કાયદેસર બનાવવાનું વિચારી શકે છે!

આ ચૂંટણી મારિજુઆના પર ફેડરલ પ્રતિબંધને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે

નવી દિલ્હી,  અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને હવે થોડા જ અઠવાડિયા બાકી છે. બંને ઉમેદવારો અને મતદારો અંતિમ તબક્કાની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલાડેલ્ફિયામાં તાજેતરમાં યોજાયેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ દરમિયાન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા મુદ્દાઓ પર પોતપોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા, પરંતુ ગાંજાને કાયદેસર બનાવવા પર બંને વચ્ચે કોઈ ચર્ચા થઈ નહોતી.

ઘણા વિષયો પર અલગ-અલગ મંતવ્યો હોવા છતાં, આ એક એવો મુદ્દો છે કે જેના પર બંને ઉમેદવારોના મંતવ્યો સમાન જોવા મળે છે.મારિજુઆનાના ઉપયોગ પર ૧૦૦ વર્ષ જૂના ફેડરલ પ્રતિબંધમાં ફેરફારો લાવવાની સંભાવનાઓ માટે આ ચૂંટણી મહત્વપૂર્ણ હોઈ શકે છે. આજે, યુએસના ૨૪ રાજ્યો અને ડિસ્ટ્રિક્ટ આૅફ કોલંબિયાએ ગાંજાને કાયદેસર બનાવ્યો છે અને તેના વેચાણ પર દારૂના જ દરે ટેક્સ લાદ્યો છે.

આ સિવાય ૭ રાજ્યોએ ઓછી માત્રામાં ગાંજા રાખવા બદલ જેલની સજા હટાવી છે. કુલ ૩૮ રાજ્યો અને કોલંબિયા ડિસ્ટ્રિક્ટે તેના તબીબી ઉપયોગ માટે કાયદા ઘડ્યા છે.મારિજુઆનાને કાયદેસર બનાવવા અંગે કમલા હેરિસનું વલણ બદલાઈ રહ્યું છે. ૨૦૧૯ માં, તેણે મારિજુઆનાના ફેડરલ અપરાધીકરણને સમાપ્ત કરવા માટે સેનેટમાં એક બિલ રજૂ કર્યું. જો કે, એક સમય એવો હતો જ્યારે તેણી તેની વિરુદ્ધ હતી.

કેલિફોર્નિયાના એટર્ની જનરલ માટે તેણીની ૨૦૧૦ની દોડ દરમિયાન, તેણીએ તેના કાયદેસરકરણનો વિરોધ કર્યાે હતો. પરંતુ ૨૦૧૯ માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે, તેણીએ તેને ટેકો આપ્યો હતો અને પોતે તેનું સેવન કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે ગાંજાનો ઉપયોગ કરવા બદલ જેલમાં મોકલવામાં આવેલા લોકોને માફીની માંગ કરી હતી.મારિજુઆના કાયદેસરકરણ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ હંમેશા અસ્પષ્ટ રહ્યું છે.

રાષ્ટ્રપતિ તરીકે તેમણે ક્યારેય સ્પષ્ટપણે સમર્થન કે વિરોધ કર્યાે નથી. જો કે, તેણે તાજેતરમાં ફ્લોરિડામાં મારિજુઆનાને કાયદેસર બનાવવાના સમર્થનમાં મતદાન વિશે વાત કરી હતી. તેણે ટ્‌›થ સોશિયલ પર લખ્યું, ‘આ સમય આવી ગયો છે કે આપણે ગાંજાના નાના કેસ માટે લોકોને જેલમાં મોકલવાની વ્યર્થ પ્રક્રિયાને ખતમ કરીએ.’ તેમણે એમ પણ કહ્યું કે જો પ્રમુખ તરીકે ચૂંટાય છે, તો તેઓ મારિજુઆનાના તબીબી ઉપયોગ અંગે સંશોધનને પ્રોત્સાહન આપશે અને તેને ‘શેડ્યૂલ ૩’ ડ્રગ તરીકે વર્ગીકૃત કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.