Western Times News

Gujarati News

177 કરોડની ફિલ્મે કમાણી કરી છતાં આ કલાકારે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કેમ લીધો?

મુંબઈ,  સાઉથ ફિલ્મના સુપરસ્ટાર થલાપતિ વિજય હવે ફિલ્મો દુનિયામાં નજર આવશે નહિ. અભિનેતાએ ફિલ્મ લાઈન છોડવાનો નિર્ણય લીધો છે. આ વાતની જાહેરાત ખુબ અભિનેતાના પ્રોડકશન હાઉસે એક વીડિયોની જાહેરાત કરીને કરી છે. આ વીડિયોમાં થલાપતિની ફિલ્મ જર્નીની એક નાનકડી ઝલક દેખાડવામાં આવી છે. જેને જોયા બાદ ચાહકો ખુબ ઈમોશનલ થઈ રહ્યા છે.

કેટલાક લોકો આ વાતથી પરેશાન થઈ રહ્યા છે. થલાપતિની દરેક ફિલ્મ સુપરહિટ અને બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે અને અચાનક તેમણે આ મોટો નિર્ણ લીધો છે.તમને જણાવી દઈએ કે, થલાપતિ વિજયે પોતાની છેલ્લી ફિલ્મ થલાપતિ ૬૯ની જાહેરાત કરી છે. આ ફિલ્મની રિલીઝ બાદ સુપરસ્ટારે ઈન્ડસ્ટ્રીમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યાે છે.

થલપથી વિજય શાહરૂખ ખાનને પાછળ છોડીને, થલાપથી રૂ. 275 કરોડ સાથે ભારતનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બન્યો

તેમની ફિલ્મ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ થોડા સમય પહેલા જ થિયેટરમાં રિલીઝ થઈ છે. રિલીઝ બાદ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યારસુધી ૧૭૭ કરોડ રુપિયાથી વધુની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, આ કમાણી માત્ર એક અઠવાડિયાની છે. વિજય થલાપતિએ છેલ્લી ફિલ્મની જાહેરાત કરી છે.

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ થલાપતિ ૬૯ની જાહેરાત કરતા પ્રોડક્શન હાઉસ દ્ભફદ્ગ તરફથી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, થલાપતિ વિજય સર માટે પ્રેમ અમે બધા તમારી આ ફિલ્મ જોઈ તેની સાથે આગળ વધી રહ્યા છે. તમે દરેક પગલે અમારી જિંદગીનો ભાગ રહ્યા છો. ૩૦ વર્ષ સુધી અમારું મનોરંજન કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર,

મીડિયા રિપોર્ટની વાત માનીએ તો થલાપતિ વિજય ફિલ્મોથી દુર થઈ હવે રાજનીતિ કરિયરમાં ધ્યાન આપવા માંગે છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા અભિનેતાએ પોતાની પાર્ટી ‘તમિઝગા વેત્રી કઝગમ’ બનાવી હતી. હાલમાં તેમની પાર્ટીએ ફ્લેગ પણ લોન્ચ કર્યાે છે.થાલાપતિએ કહ્યું હતું કે તેમની પાર્ટી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.