ભારત બંધના એલાનને પગલે શહેરમાં બેંકો બંધ
અમદાવાદ: ટ્રેડ યુનિયનોએ આજે આપેલા ભારત બંધના પગલે ગુજરાતમાં પણ તેની અસર જાવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેંકો બંધ જાવા મળી છે. આ ઉપરાંત અન્ય યુનિયનોએ પણ ટેકો આપ્યો છે. આજે દિવસ દરમ્યાન ઠેર ઠેર સરકારની નીતિના વિરોધમાં ઉગ્ર દેખાવો પણ કરવામાં આવનાર છે. જેનાં પગલે સવારથી જ શહેરમાં પોલીસ તંત્ર પણ એલર્ટ થયેલું છે.
કેન્દ્ર સરકાર દ્વારા કેટલાંક નિર્ણયોનાં વિરોધમાં ટ્રેડ યુનિયનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો નહોતો. જેનાં પગલે છેલ્લાં ત્રણ દિવસથી ટ્રેડ યુનિયનોનાં આગેવાનોની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે મુજબ ગઈકાલે રાત્રે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. બંધના એલાને મિશ્ર પ્રત્યાઘાત જાવા મળી રહ્યાં છે.
કેન્દ્ર સરકારનાં ખાનગીકરણનાં નિર્ણયનાં વિરોધમાં ટ્રેડ યુનિયનો વધુ આક્રમક જાવા મળી રહ્યાં છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં રાષ્ટ્રીય બેન્કો બંધ જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં બપોરે ટ્રેડ યુનિયન દ્વારા દેખાવો પણ કરવામાં આવનાર છે. બેંકો ઉપરાંત અન્ય સ્થળો ઉપર પણ બંધની અસર જાવા મળી રહી છે.