Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા જિલ્લાની જિલ્લા બેઠક શ્રી માણેકનાથ મંદિર ખેડબ્રહ્મા ખાતે તારીખ ૧૫-૯-૨૪ ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે પૂજ્ય સંત શ્રી સમીરગીરી મહારાજના આશીર્વાદ લઈને પરેશકુમાર સોલંકી દ્વારા બેઠકની શરૂઆત ઓમકાર, એકાત્મતા મંત્ર અને વિજય મહામંત્ર થી કરવામાં આવી હતી. ત્યારબાદ પરિચય અને બેઠકની રૂપરેખા કહેવામાં આવી.

જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી રામજી મહારાજ દ્વારા સંગઠનને વધુ મજબૂત કરવા માટે ગ્રામ સમિતિ સુધી પહોંચવા માટેના વિષયની વાત મૂકવામાં આવી. ત્યારબાદ જિલ્લા કાર્યાધ્યક્ષ શ્રી પોપટભાઈ સોલંકી દ્વારા ધર્માંતરણના વિષયમાં વાત કરવામાં આવી ત્યારબાદ વર્તમાન સમયમાં ચાલતો વિષય વકફ બોર્ડ બાબતે ચર્ચા કરવામાં આવી. આગામી સમયમાં સાબરકાંઠા વિભાગનું સંત સંમેલન થવા જઈ રહ્યું છે તે બાબતે યોજના રૂપી વાત કરવામાં આવી ત્યારબાદ નૈતિક શિક્ષા સેવા સમરસતા જેવા વિષય વિષે ચર્ચા કરાઈ.

ત્યારબાદ પરેશકુમાર સોલંકી દ્વારા પ્રાંત બેઠકમાં થયેલ દાયિત્વ બદલ મા શ્રી રામજી મહારાજને નવીન દાયિત્વ સાબરકાંઠા વિભાગ બજરંગદર વાલી તથા શ્રી કૌશિકભાઈ ત્રિલોકચંદ રાવલ ને ખેડબ્રહ્મા જિલ્લા બજરંગદર સંયોજક, શ્રી રણજીતભાઈ સગર જિલ્લા ગૌ સેવા પ્રમુખ નું દાયિત્વ મળેલ તેની ઘોષણા થઈ ત્યારે કાર્યકર્તા દ્વારા ઓમ બોલાવીને સ્વાગત કરવામાં આવ્યું

બેઠકમાં શ્રી રામજી મહારાજ સાબરકાંઠા વિભાગ બજરંગ દળ વાલી, શ્રી પોપટભાઈ સોલંકી ખેડબ્રહ્મા જિલ્લા કાર્યાધ્યક્ષ, શ્રી પરેશકુમાર સોલંકી જિલ્લા સહમંત્રી, શ્રી અતુલભાઇ ગાંધી જિલ્લા કોસાધ્યક્ષ, શ્રી મણીભાઈ સુથાર જિલ્લા સેવા પ્રમુખ, શ્રી જયંતિભાઈ પટેલ જિલ્લા સહ સેવા પ્રમુખ, શ્રીદેવેન્દ્રભાઈ ભાવસાર જીલ્લા સમરસતા સંયોજક, શ્રી કૃણાલભાઈ પંચાલ પ્રચાર પ્રસાર પ્રમુખ, શ્રી રમેશભાઈ સગર જિલ્લા બજરંગદર સહસંયોજક, શ્રી રણજીતભાઈ સગર જીલ્લા ગૌસેવા પ્રમુખ,

રાજશ્રીબેન સોલંકી જિલ્લા માતૃશક્તિ સહસંયોજિકા, ગાયત્રીબા વાઘેલા નૈતિક શિક્ષા પ્રમુખ, રિદ્ધિ બેન જોશી ખેડબ્રહ્મા પ્રખંડ દુર્ગા વાહીની સયોજિકા શ્રી અરવિંદભાઈ પટેલ ખેડબ્રહ્મા પ્રખંડ ઉપાધ્યક્ષ, શ્રી મુકેશભાઈ કટેરિયા પોશીના પ્રખંડ મંત્રી, શ્રી ક્રિશભાઈ જોશી, નીખીલભાઈ પંડ્‌યા વગેરે કાર્યકર્તા ખેડબ્રહ્મા, વડાલી ,વિજયનગર, આતરસુંબા, લોબડીયા અને પોશીના એમ કુલ છ પ્રખંડના જવાબદારી વાળા કાર્યકર્તા બંધુ ભગિની ઉપસ્થિત રહ્યા

બેઠકનું સમાપન શાંતિ મંત્ર બોલાવીને જયઘોષ કરાવીને કરવામાં આવ્યું ત્યારબાદ સર્વે કાર્યકર્તા બંધુ ભગિની ભોજન લઈને છૂટા પડ્‌યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.