Western Times News

Gujarati News

બિલ્ડરના સગીર પુુત્રએ સિક્યુરીટી ગાર્ડને મર્સીડીઝ નીચે કચડ્યો

(એજન્સી) અમદાવાદ, બોપલમાં વધુ એક તથ્યકાંડ સર્જાયો છે. માલેતુજારના દીકરાએ રસ્તા પસાર થતાં સિક્યોરિટી ગાર્ડને તેની મર્સીડીઝ નીચે કચડી નાખ્યો છે. સિક્યોરિટી ગાર્ડ માટે મર્સીડીઝ જાણે યમદૂત બનીને આવી છે.

અમવાદના કરોડપતિ પરિવારના માતાપિતા પોતાના સંતાનોને મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ જાણે અકસ્માત કરવા આપતા હોય તેવું લાગી રહ્યું છે.

આ અકસ્માતમાં મૃતકના મોટાભાઈએ બોપલ પોલીસ મથકે અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોટાભાઈની જેમ મૃતક પોતે પણ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. ફરિયાદી અને મૃતક બંને મૂળ ઉત્તર પ્રદેશના વતની છે.

બનાવની રાત્રે આશરે 11:45 વાગે તે ગલ્લે તમાકુ લેવા ગયો હતો, ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી બનાવના સ્થળે પહોંચતા તેને જોયું હતું કે તેનો ભાઈ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને તે બેભાન અવસ્થામાં આવી ચૂક્યો હતો. આથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સોના સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

અમદાવાદમાં આવા નબીરાઓ માતેલા સાંઢની જેમ ગાડી હંકારીને નિર્દોષોનો જીવ લઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. માલેતુજાર પરિવારના સગીર દીકરાએ સિક્યુરિટી ગાર્ડનો જીવ લીધો છે. અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. એક બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત સર્જ્‌યો હોવાનો ખુલાસો થયો છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ૧૪ સપ્ટેમ્બરની રાત્રે અકસ્માત સર્જાયો હતો.

જેમાં નામી બિલ્ડર મિલાપ શાહના પુત્રએ અકસ્માત સર્જ્‌યો હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનું ખૂલ્યું છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત થયું હતુ. ૧૪ સપ્ટેમ્બરના રોજ મર્સિડીઝ કાર ચાલકે અડફેટે લીધો હતો. હિટ એન્ડ રનની તપાસમાં કાર એક બિલ્ડર મિલાપ શાહની હોવાનું ખુલ્યું છે.

બિલ્ડર મિલાપકુમાર શાહના સગીર પુત્રએ પૂરઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી. અકસ્માત કરનાર ગાડીના સીસીટીવી ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ છે. બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.