સુરતમાં બંદોબસ્ત દરમિયાન પોલીસની ગંભીર બેદરકારી, લોડેડ પિસ્તોલ ચોરાઈ
સુરત, સુરતમાં બંદોબસ્ત દરમિયાન પોલીસની ગંભીર બેદરકારી જોવા મળી છે. એસીપી પઠાણના કમાન્ડોની લોડેડ પિસ્તોલ ની ચોરી થઈ ગઈ છે. પિસ્તોલ શોધવા આખુ પોલીસ તંત્રકામે લાગ્યું છે. પીર અબ્દુલનબીની દરગાહ પાસેનો બનાવ બન્યો છે.
આ બનાવના સંદર્ભમાં પોલીસે આખો વિસ્તાર ફેંદી કાઢ્યો છે. એક ચોર પોલીસની લોડેડ પિસ્તોલ ચોરી કરી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે ચોર સાથે લોડેડ પિસ્તોલ શોધી કાઢી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઇદ વખતે લોડેડ પિસ્તોલની ચોરીના બનાવે પોલીસને ચોંકાવી દીધી હતી.
પોલીસે લોડેડ પિસ્તોલને શોધવા માટે આખો વિસ્તાર ઉપરતળે કરી નાખ્યો હતો. પોલીસે આ બાબતને લઈને તેના બાતમીદારોની ફોજને પણ કામે લગાડી હતી. આના પગલે પોલીસને થોડા જ સમયમાં સગડ મળી ગયા હતા. પોલીસે તેના પછી ચોરી કરનારા ચોરને લોડેડ પિસ્તોલ સાથે પકડી લીધો હતો.
ટૂંક સમયમાં જ લોડેડ પિસ્તોલ અને ચોર બંને પકડાતા પોલીસે હાશ અનુભવી હતી. બીજી શાંતિ એ હતી કે પોલીસની એ લોડેડ પિસ્તોલ દ્વારા ગુનેગારે હજી સુધી કોઈપણ પ્રકારનું ગેરકાયદેસરનું કૃત્યુ કર્યુ ન હતું. આ ઉપરાંત તેણે ક્યાંય હવામાં પણ ગોળીબાર કર્યો ન હતો. પોલીસ હવે ગુનેગાર સામે આકરી કાર્યવાહીનો આરંભ કર્યો છે.
ગણેશ વિસર્જન અને ઇદ જેવા પ્રસંગો વખતે પોલીસ બંદોબસ્તમાં લાગેલી હોય છે. બીજાની ચોરી ટકાવવા લાગેલી પોલીસ પોતે જ ચોરીનો ભોગ બની હોવાથી તરત જ ટીકા થવા લાગી હતી. આના પગલે કહેવાતું હતું કે જો પોલીસ પોતાની જ ચોરી અટકાવી શકતી નથી તો પછી બીજાને ત્યાં થતી ચોરીને કઈ રીતે અટકાવી શકશે. આમ પોલીસ પર વધુ છાંટા ઉડે તે પહેલા પોલીસ ગુનેગારને સકંજામાં લેવામાં સફળ રહી છે. પોલીસ ટૂંક સમયમાં જ તેને કોર્ટમાં રજૂ કરશે.