ભૂલથી ગણેશની મૂર્તિ સાથે ૪ લાખનો સોનાનો દોરો પણ વિસર્જન કરી દીધો
બાપ્પાની મૂર્તિને સોનું પહેરાવ્યુંઃ વિસર્જન સમયે કાઢવાનું ભૂલી ગયા
(એજન્સી)બેંગ્લોર, સમગ્ર દેશમાં હાલમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. હર્ષોલ્લાસ સાથે આ પર્વમાં બેંગ્લુરૂમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દંપનીએ ભૂલથી ગણેશની મૂર્તિ સાથે ૪ લાખના સોનાનો દોરો પણ વિસર્જન કરી દીધો હતો. ભગવાન સાથે સોનાનો દોરો પણ દરિયામાં જતો રહ્યો તો દંપતી ટેન્શનમાં આવી ગયું. જો કે, ૧૦ કલાક સુધી શોધખોળ કર્યા બાદ ૧૦,૦૦૦ લીટર પાણી ટેન્કરથી કાઢયા બાદ દોરો મળી ગયો હતો.
આ કિસ્સો પશ્ચિમ બેંગ્લુરૂમાં વિજયનગરના દશરહલ્લી સર્કલનો છે. અહીંના ગોવિંદરાજનગરની નજીક મચોહલ્લી ક્રોસના રહેવાસી રામૈયા અને ઉમાદેવીએ જણાવ્યું કે, તેમણે ગણેશોત્સવને ધ્યાનમાં રાખી પોતાના ઘરમાં ગણેશની મૂર્તિ સ્થાપના કરી હતી.
તેમણે મૂર્તિને ફૂલો અને અન્ય સજાવટી વસ્તુઓથી સજાવી હતી. સાથે જ મૂર્તિ પર ૪ લાખ રૂપિયાનો સોનાનો દોરો ૬૦ ગ્રામનો ચેન પણ ચડાવ્યો હતો. શનિવારે ૭ સપ્ટેમ્બરે પૂજા બાદ તેઓ મૂર્તિને લઈને રાતના લગભગ ૯ઃ૧પ વાગ્યે એક મોબાઈલ ટેન્કમાં વિસર્જન કરવા માટે ગયા હતા. પણ સોનાનો દોરો કાઢવાનું તેઓ ભૂલી ગયા. રાતના લગભગ ૧૦ વાગ્યે ઘરે પરત ફરતાં યાદ આવ્યું કે, સોનાની ચેન તો મૂર્તિ સાથે વિસર્જિત થઈ ગઈ.
ત્યાશબાદ તાત્કાલિક શિક્ષક દંપતીએ રાતના ૧૦ઃ૩૦ કલાકે મોબાઈલ ટેન્ક પાસે પાછા ગયા ત્યાં તેમણે વિસર્જન માટે તૈનાત યુવકોને સોનાની ચેન વિશે પૂછપરછ કરી. આ દરમિયાન યુવકોએ દંપતી કહ્યું કે તેમણે મૂર્તિ પર સોનાની ચેન જોઈ હતી. તેમને લાગ્યું કે તે નકલી છે. એટલા માટે મૂર્તિ સાથે તેને પણ વિસર્જિત કરી દીધી.
આ દરમિયાન દંપનીએ મગદી રોડ પોલીસને પણ સૂચના આપી અને ગોવિંદરાજનગર ધારાસભ્ય પ્રિય કૃષ્ણાને ઘટના વિશે જાણકારી આપી.
તેમણે ધારાસભ્ય અને પોસને ચેન શોધવામાં મદદ કરવા માટે ભલામણ કરી. ત્યારબાદ ધારાસભ્યએ મોબાઈલ ટેન્કના કોન્ટ્રાક્ટર લંકેશ ડી.સાથે વાત કરી અને તેમણે ચેન શોધવામાં મદદ કરી.
રાતના સમયે ટેન્ક પર રહેલા યુવકોએ થોડીવાર સુધી શોધખોળ કરી. બાદમાં આ દંપતીને સવારે આવવા માટે કહ્યું. જો કે, દંપતીના પરિવારના સભ્યોએ ચેનની શોધખોળ કરવા માટે પરવાનગી માંગી અને સવાર પ વાગ્યા સુધી પાણી પંપ કરીને ખુદ શોધતા રહ્યા. જો કે, બધુ શોધતા તેમને હાથમાં કંઈ આવ્યું નહીં અને ઘરે પાછા જતા રહ્યા.
ત્યારબાદ સવારે મોબાઈલ ટેન્કના કોન્ટ્રાક્ટર લંકેશે દોરો શોધવા માટે ૧૦ લોકોને બોલાવ્યા. તેમણે કહ્યું કે, અમે તળાવમાં લગભગ ૩૦૦ મૂર્તિઓ વિસર્જિત કરી હતી અને મૂર્તિઓના વિસર્જન બાદ તળાવમાં ભારે માટી જમા થઈ ગઈ હતી. ઠેર-ઠેર કીચડ જામી ગયો હતો.
અમારા બે મિત્રોએ રવિવાર સવારે ૧૦ઃ૦૦ વાગ્યાથી બપોરના ૧રઃ૩૦ સુધી શોધખોળ કરી અને ચેન શોધી કાઢી. આવી રીતે લગભગ ૧૦ કલાક સુધી શોધખોળ કર્યા બાદ આખરે ચેન મળી ગઈ. આ શોધખોળ કરવામાં લગભગ ૧૦,૦૦૦ લીટર પાણી પંપ કરીને બહાર કાઢવું પડયું અને માટીના કીચડમાં ચેન શોધવામાં ભારે મુશ્કેલી આવી.