ગુજરાતમાં MSMEને ધિરાણ આપવામાં અગ્રણી છે આ ખાનગી ક્ષેત્રની બેંક
ટ્રાન્સયુનિયન સિબિલએ અમદાવાદમાં તેના મલ્ટી-સિટી ‘એમએસએમઈ કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર ડેવલપિંગ ભારત’ નું આયોજન કર્યું
અમદાવાદ, 18મી સપ્ટેમ્બર 2024: જેમ-જેમ ભારત તેના કુલ સ્થાનિક ઉત્પાદનને 2030 સુધીમાં USD ટ્રિલિયન સુધી પહોંચાડવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) ક્ષેત્રમાં ધિરાણનો અવરોધ વિનાના પ્રવાહની ખાતરી કરવી જરૂરી છે. આ ધિરાણનું ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે, ટ્રાન્સયુનિયન સિબિલએ આજે અમદાવાદમાં તેના મલ્ટી-સીટી ‘એમએસએમઈ કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર ડેવલપિંગ ભારત’ નું આયોજન કર્યું હતું.
ટ્રાન્સયુનિયન સિબિલ એમએસએમઈ કોન્ક્લેવ, રોજગારી પેદા કરતા, પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપતા, આવકના તફાવતને દૂર કરી અને નવીનતા અને સાહસિકતાને પ્રોત્સાહિત કરીને દેશના કુલ સ્થાનિક ઉત્પાદનની વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા એમએસએમઈ ક્ષેત્રના મહત્વને રેખાંકિત કરે છે.
તેનો ઉદ્દેશ, એમએસએમઈને સરળતાથી ધિરાણ મળી રહે તે માટે સમગ્ર દેશમાં એમએસએમઈને ધિરાણ આપતી નાણાંકીય સંસ્થાઓને આંતરદૃષ્ટિ અને માહિતી અને વિશ્લેષણાત્મક ઉકેલોની ગહન સમજણ પ્રદાન કરવાની સાથે એમએસએમઈ ક્રેડિટ પોર્ટફોલિયોની સ્થિર વૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો છે.
આ કોન્ફરન્સમાં મુખ્ય ભાષણ રત્નાફીનના સીઈઓ શ્રી માલવ દેસાઈએ આપ્યું હતું. વધુમાં, MAS ફાઇનાન્શ્યલ સર્વિસીસના ડાયરેક્ટર શ્રી ધ્વનિલ ગાંધી દ્વારા વિશેષ ભાષણ આપવામાં આવ્યું હતું. આ ક્ષેત્રની બેંકો અને ધિરાણ સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓએ કોન્ક્લેવમાં હાજરી આપી હતી.
ગુજરાતમાં એમએસએમઈને ધિરાણ આપવામાં અગ્રણી છે ખાનગી ક્ષેત્રની બેંક
ગુજરાતમાં એમએસએમઈને સૌથી વધારે ધિરાણ ખાનગી ક્ષેત્રની બેંકો પૂરું પાડે છે, જેણે જૂન 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસમાં કુલ ધિરાણમાં 36% યોગદાન આપ્યું હતું. વિતરિત કરવામાં આવેલી મોટાભાગની લોન ઉત્પાદન ક્ષેત્રને આપવામાં આવેલી હતી, જે 24% હતી, જેમાં અનસિક્યોર્ડ લોન, રાજ્યમાં વિતરિત કરાયેલ કુલ એમએસએમઈ લોનની 26% જેટલી હતી. લોન પાછી ન ચૂકવવાના ઓછા જોખમ સાથે, ઓછા જોખમવાળા ક્ષેત્રમાં લોનનો હિસ્સો, એટલે કે, સિબિલ એમએસએમઈ રેન્ક (CMR)1-3 સૌથી વધુ 53% જેટલો હતો.
ગુજરાતમાં એમએસએમઈ ક્ષેત્રને લોન, સૌથી વધુ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં આપવામાં આવી છે. એમએસએમઈને ધિરાણ આપવામાં સૌથી વધુ યોગદાન આપનાર ખાનગી ક્ષેત્રની બેંકોએ આમાંથી ત્રણ શહેરોમાં સૌથી વધુ લોન આપી હતી: અમદાવાદ 40%, સુરત 45% અને ભાવનગર 49%. જો કે, વડોદરામાં 33% અને રાજકોટમાં 34% સાથે એમએસએમઈ ક્ષેત્રને લોન આપવામાં જાહેર ક્ષેત્રની બેંકોનું વધુ યોગદાન હતું.
સિબિલ એમએસએમઈ રેન્ક અને કોમર્શિયલ ક્રેડિટ રિપોર્ટ
સિબિલ એમએસએમઈ રેન્ક અને કોમર્શિયલ ક્રેડિટ રિપોર્ટ, એમએસએમઈ ક્ષેત્રમાં ધિરાણના પ્રવાહને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ ધિરાણ સંસ્થાઓને જોખમ નીતિઓ ઘડવામાં, લોનની ઝડપી અને સરળ મંજૂરી અને વિતરણને સક્ષમ કરવામાં અને પોર્ટફોલિયોનું યોગ્ય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.
કમર્શિયલ ક્રેડિટ રિપોર્ટમાં એમએસએમઈના ક્રેડિટ ઇતિહાસની વિગતવાર માહિતી સહીત મેળવેલ લોનની પ્રકૃતિ અને રકમ, ચુકવણીની પદ્ધતિ અને વર્તમાન નાણાંકીય જવાબદારીઓનો સમાવેશ થાય છે. તે ચૂકવણીમાં કોઈપણ ડિફોલ્ટ અથવા વિલંબની માહિતી પણ પ્રદાન કરે છે. આ રિપોર્ટ ધિરાણ સંસ્થાઓને કંપનીના ક્રેડિટ વર્તણૂકનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરીને તેમને ક્રેડિટ જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે.
સિબિલ એમએસએમઈ રેન્ક 10 થી 1 સુધી હોય છે, જેમાં 1 શ્રેષ્ઠ રેન્ક હોય છે. તે એમએસએમઈના ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ સહીત ક્રેડિટ ઇતિહાસ અને વ્યવસાયની લોનની ચુકવણીની વર્તણૂક જેવી માહિતી, માત્ર એક આંકડા વડે પુરી પાડે છે. આ રેન્ક વર્તમાનમાં માત્ર 50 કરોડ સુધીનું નાણાંકીય જોખમ ધરાવતી કંપનીઓ માટે જ ઉપલબ્ધ છે.
ભારતને ધિરાણ ઉપલબ્ધ કરાવવા માટે એમએસએમઈને ધિરાણ આપતી ધિરાણ સંસ્થાઓને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા સાથે, ટ્રાન્સયુનિયન સિબિલ સમગ્ર ભારતમાં આ એમએસએમઈ કોન્ક્લેવની સિરીઝનું આયોજન કરશે.