Western Times News

Gujarati News

વન નેશન, વન ઇલેક્શનને લીલી ઝંડી

ભારતમાં એક સાથે તમામ ચૂંટણી યોજવાની વાત ઘણા સમયથી થઈ રહી હતી જેથી કરીને ખર્ચ બચે અને આચાર સંહિતાના કારણે વારંવાર અવરોધ પેદા ન થાય

નવી દિલ્હી, દેશમાં તમામ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી એક સાથે થાય તે માટેનો માર્ગ ખુલી ગયો છે. વન નેશન, વન ઈલેક્શનની દરખાસ્તને કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રામ નાથ કોવિંદના અધ્યક્ષપદ હેઠળ પેનલે આપેલો અહેવાલ સ્વીકારી લેવામાં આવ્યો છે. તેના કારણે હવે બધી ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવશે અને પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણી પણ ૧૦૦ દિવસની અંદર કરાવવામાં આવશે.

પેનલમાં ગૃહમંત્રી અમીત શાહ અને કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ તથા સુપ્રીમ કોર્ટના એડવોકેટ હરીશ સાલ્વે પણ સામેલ હતા. પેનલે કહ્યું હતું કે ૨૦૨૯થી ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવશે તે મામલે સર્વાનુમત સાધવામાં આવ્યો છે.

હાલની ઈલેક્ટોરલ સાઈકલને કાયદેસર રીતે ટકાઉ હોય તેમ સુરેખિત કરવા માટે પેનલે હાકલ કરી હતી. ચૂંટણી પછી કોઈને બહુમતી ન મળવાથી હંગ એસેમ્બલી સર્જાય તો શું કરવું, અવિશ્વાસની દરખાસ્ત આવે ત્યારે શું કરવું અને પક્ષપલ્ટો થાય ત્યારે શું કરવું તેના માટેના ઉકેલ પણ હવે સોંપવામાં આવશે.

વન નેશન, વન ઈલેક્શન એ ભાજપના ચૂંટણી ઢંઢેરામાં સામેલ મુદ્દો છે. ૨૦૧૯ અને ૨૦૨૪ની ચૂંટણીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વિરોધપક્ષોએ તેની આકરી ટીકા કરી હતી. વિરોધપક્ષોનું કહેવું છે કે તમામ વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણી એક સાથે કરવામાં ઘણા બધા પ્રેક્ટિકલ પ્રશ્નો છે જેનો ઉકેલ જરૂરી છે. તેમણે બંધારણમાં ફેરફાર કરવાના જોખમોનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. બધી જગ્યાએ એક સાથે ચૂંટણી યોજાય તે માટે કેટલીક વિધાનસભાઓની ટર્મ અધવચ્ચેથી ખતમ કરવી પડે તેવી શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી ટર્મ સંભાળી તેના ૧૦૦ દિવસ પછી વન નેશન, વન ઈલેક્શનની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે જે એક મોટો ફેરફાર છે. તેનાથી ચૂંટણી માટે જે જંગી ખર્ચ કરવો પડે છે તેમાં બચત થશે. તાજેતરમાં ૧૫ ઓગસ્ટે ધ્વજવંદન વખતે મોદીએ કહ્યું હતું કે તેઓ વન નેશન, વન ઈલેક્શનનું વચન પાળવા માટે પ્રતિબદ્ધ છે.

વન નેશન, વન ઈલેક્શન પેનેલે જણાવ્યું હતું કે દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજવાથી ખર્ચ ઘટશે, સુરક્ષા બંદોબસ્તમાં સરળતા રહેશે, વારંવાર આચાર સંહિતા લાગુ કરવી નહીં પડે. ૩૨ પક્ષો, ન્યાયતંત્રના અનુભવી લોકો, સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સહિતના લોકોએ આ પદ્ધતિને ટેકો આપ્યો છે તેમ તેમણે કહ્યું હતું. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગેએ આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો છે.

મÂલ્લકાર્જુન ખડગેએ વન નેશન-વન ઈલેક્શન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે વ્યવહારુ નથી અને તે કામ કરશે નહીં. તેમણે કહ્યું કે વર્તમાન મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ બની રહી છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે દેશે આગળ આવવું પડશે.

નોંધનીય છે કે ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં વન નેશન-વન ઈલેક્શનના મુદ્દાને પણ સ્થાન આપ્યું છે. ભાજપની સાથે એનડીએના ઘણા ઘટક પક્ષો પણ તેના સમર્થનમાં છે. કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જુન ખડગેએ આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો છે. મÂલ્લકાર્જુન ખડગેએ વન નેશન-વન ઈલેક્શન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે વ્યવહારુ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.