Western Times News

Gujarati News

આંગણવાડી કેન્દ્રોમાં  એનિમિયા કેમ્પ, હિમોગ્લોબિનની તપાસ, BMIની તપાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન

પોષણ માસ અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને એનિમિયા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી

અમદાવાદ જિલ્લાના તાલુકાનાં વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી

જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના સાણંદ, દસ્ક્રોઈ, બાવળા, વિરમગામ અને માંડલ તાલુકાઓના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોષણ માસમાં દસ્ક્રોઇ ઘટક 2, માંડલ, સાણંદના આકરૂ, ધંધુકા અને વિરમગામના મણીપુરા 2-દસલાણા કેન્દ્ર, જૂના પાધર ગામ ખાતે લાભાર્થીઓ માટે એનિમિયા કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત, આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં કિશોરીઓના બીએમઆઈની તપાસ કરવામાં આવી હતી. પોષણ માસ અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને એનિમિયા વિશે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સીડીપીઓશ્રી, મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, બાળકો અને તેમની માતાઓ હાજર રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.