મોડાસાના અમલાઈ ગામનો યુવક આર્મીમાં જોડાતા સન્માન સમારોહ યોજાયો
મોડાસાના ૩૫૦૦ થી વધુ વસ્તી ધરાવતા અમલાઈ ગામનો વિપુલભાઈ ભલાભાઈ કોટવાળ નામનો યુવક આર્મીમાં નોકરી પ્રાપ્ત થતા હૈદરાબાદ ખાતે ૧૮ મહિનાની કઠીણ તાલીમ પૂર્ણ કરી
જમ્મુમાં પોસ્ટિંગ મળતા માદરે વતન અમલાઈ પહોંચતા અમલાઈ પ્રાથમિક શાળા સ્ટાફ અને એસએમસી સમિતિ દ્વારા “સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મૈં હૈ,દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મૈં હૈ એ વતન…અને દેશભક્તિના સાંસ્કૃતિક પ્રોગ્રામો યોજી સન્માન સમારોહ યોજ્યો હતો આર્મી જવાન વિપુલ કોટવાળે ગામના અન્ય યુવકોને આર્મીમાં જોડાવવા આહવાન કર્યું હતું આર્મી જવનનો ઉત્સાહ વધારવા પ્રસિદ્ધ મોડાસા
દેવરાજધામના મહંતશ્રી ધનેશ્વરગીરી બાપુ,મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ, રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘના મહામંત્રી સતીશ પટેલ , બીઆરસી હાર્દિક પટેલ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા