Western Times News

Gujarati News

થલતેજમાં ૧૮૮ મિલકતો કપાતમાં જશે: 2 થી 3 ફ્‌લેટ આખા તૂટશે

File

નાગરિકોના વાંધા સુચન મંગાવ્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છેઃ દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના થલતેજ વિસ્તારમાં મેટ્રો ટ્રેનને લઈને રોડ પહોળો કરવા માટે ઘણા સમય પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ મોટાપાયે મિલકતો કપાતમાં જતી હોવાથી ગ્રામજનોના વિરોધના કારણે આ અંગે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં વિલંબ થયો હતો.

જેને ગુરૂવારે મળેલી સ્ટેન્ડિગ કમિટીમાં લીલીઝંડી આપવામાં આવી છે. તેથી થલતેજ મેટ્રો સ્ટેશનથી ગામ સુધી રીડીપીનો અમલ કરવામાં આવશે અને રોડની પહોળાઈ અંદાજે ૧પ મીટર વધશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના થલતેજ મેટ્રો સ્ટેશનથી લઈ ગામ સુધીના રોડની બંને તરફ ૭.૫ મીટર એટલે કે કુલ ૧૫ મીટર રોડ પહોળો કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. થલતેજની ટીપી સ્ક્રીમ નં.૩૮ના ફાઈનલ પ્લોટ નં.૧૪ર, ૧૪૦, ૧૩૯/ર, ૧૩૯/૧, ૯માં રીડીપી રોડ લાઈનનો ઉત્તર દિક્ષા તરફ અમલ થશે.

તેવી જ રીતે રીડીપી કપાતમાં થલતેજ ગામતળને પણ અસર થશે. (દક્ષિણ દિક્ષા તરફ) રોડ લાઈન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતાં કુલ ૧૮૮ જેટલી મિલકતો કપાતમાં જશે. જેમાં ૯૩ રહેણાંક, ૭૫ દુકાનો અને કોમ્પ્લેક્સ તેમજ ૧૭ જેટલી ખુલ્લી જગ્યાઓ કપાતમાં જશે. થલતેજ ભાઈ કાકા નગરથી શાકમાર્કેટ સુધીના રોડલાઇનના કપાતમાં સરકારના નીતિ નિયમ મુજબ તમામ અસરગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવશે.

મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે થલતેજ ભાઇકાકા નગરથી લઈ શાકમાર્કેટ સુધીના રોડને પહોળો કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રોડની વચ્ચે પીલ્લર હોવાના કારણે રોડ સાંકડો થઈ ગયો છે. જેથી બંને તરફ ૭.૫ મીટર રોડ ખોલવામાં આવશે.

રોડ લાઈનમાં આવતા દુકાનો, મકાનો અને ખુલ્લી જગ્યાઓને અસર થવાની છે. જેના વળતરના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ વળતર, હ્લજીં અથવા ્‌ડ્ઢઇ આપવામાં આવશે. રોડ ખૂબ સાંકડો થઈ ગયો હોવાથી તેને પહોળો કરવો જરૂરિયાત હોવાના કારણે બંને તરફ રોડ ખોલવા અંગેનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થલતેજ એક્રોપોલીસ મોલથી લઈ ગામ સુધીના રોડ લાઇનને પ્રિસ્ક્રાઇબ કરી કપાત લાવવા માટે થલતેજ ગામના રહીશો પાસેથી વાંધા સુચનો મગાવવામાં આવ્યા હતા. જેમાં ૨૦૦થી વધુ વાંધા સુચનો મળ્યા હતા. રોડને પહોળો કરવા માટે ૫૦૦થી વધુ દુકાનો અને મકાનોને અસર થાય તેમ છે.

બેથી ત્રણ ફ્‌લેટ પણ આખા તૂટી જાય તેમ છે. મિલકત કપાતના બદલામાં વળતર આપવાનો પણ નિર્ણય કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો હતો. જેને લઈને કેટલાક સ્થાનિક રહીશો દ્વારા વાંધો સૂચનમાં વિરોધ કરાયો હતો તો કેટલાકે મિલકત કપાત માટે તૈયારી દર્શાવી હતી.

જેના પગલે હવે વાંધા સુચનોને ધ્યાનમાં લઇ ૩૬ મીટરનો રોડ પહોળો કરવા અંગે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. રોડ પહોળો કરવામાં આવશે ત્યારે બે જેટલા આખા ફ્‌લેટ મેટ્રો રેલના એકદમ નજીક આવેલા છે. જેથી તેને પણ તોડી પાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.