Western Times News

Gujarati News

શાર્ક ટેન્ક અને માસ્ટરશેફ બાદ સોની લાઈવ પર મિલિયન ડોલર લિસ્ટિંગ રજૂ થશે

સોની લાઈવ બે વાર એમી એવોર્ડનોમિની સિરીઝ પરથી બનાવવામાં આવેલી ભારતીય આવૃત્તિ મિલિયન ડોલર લિસ્ટિંગ પ્રસ્તુત કરવા માટે સુસજ્જ છે

મુંબઈ, 17મી સપ્ટેમ્બર, 2024

શાર્ક ટેન્ક ઈન્ડિયા અને માસ્ટરશેફ ઈન્ડિયા જેવી હિટ્સ સાથે ઈનોવેટિવ અનસ્ક્રિપ્ટેડ કન્ટેન્ટમાં આગેવાન સોની લાઈવ હવે અજોડ પથદર્શક ફોર્મેટ એમી- નોમિનેટેડ સિરીઝ મિલિયન ડોલર લિસ્ટિંગની ભારતીય આવૃત્તિ સાથે સાહસ ખેડી રહી છે. આ નવો શો ભારતનાં સૌથી ઈચ્છનીય ઘરો પર પ્રકાશ પાડશે અને દેશની સૌથી ઉત્તમ પ્રોપર્ટીઝના નિર્માણ અને હસ્તાંતરણમાં ભીતરમાં ડોકિયું કરાવે છે.

Sony LIV is all set to present the Indian adaptation of the two-time Emmy Award-nominee series, ‘Million Dollar Listing’

એન્ડેમોલશાઈન ઈન્ડિયા દ્વારા પ્રોડ્યુસ્ડ મિલિયન ડોલર લિસ્ટિંગ એ ભારતની ફોર્મેટની બીજી આંતરરાષ્ટ્રીય આવૃત્તિ છે અને એલએ, ન્યૂ યોર્ક, મિયામી, સાન ફ્રાન્સિસ્કો અને દુબઈ જેવાં શહેરોની સફળ આવૃત્તિમાં જોડાઈ છે. તેની દરેક આવૃત્તિમાં સિરીઝ શહેરના સૌથી ઉત્તમ અને સૌથી આક્રમક રિયલ એશ્ટેટ પ્રોફેશનલોના જીવનમાં ડોકિયું કરાવે છે, જેઓ ખાસ પાડોશમાં મલ્ટી-મિલિયન ડોલરની મિલકતો વેચે છે. દરેક એપિસોડ સાવી રિયાલ્ટર્સ સાથે ખભેખભા મિલાવી રાખે છે, જેઓ ઘણી બધી માગણીઓ વચ્ચે સંઘર્ષ કરે છે અને આગામી મોટી ડીલ સંરક્ષિત કરવાના પ્રયાસમાં તેમનું વ્યાવસાયિક જીવન વહેતું રાખે છે. ભારતની આવૃત્તિમાં આલેખિત થનારું પ્રથમ શહેર નવી દિલ્હી છે.

ભારત દુનિયાની ટોચની કન્ઝ્યુમર બજારમાંથી એક બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે ઘણા બધા લોકો માટે લક્ઝરી જીવન હવે વાસ્તવિકતા છે, જે સમૃદ્ધ વસતિની આકાંક્ષાઓથી પ્રેરિત છે. શો આધુનિક ભારતની અગાઉ નહીં જોયેલી બાજુ આલેખિત કરે છે, જે સર્વ જનસંખ્યા અને વયજૂથને આકર્ષે છે.

મિલિયન ડોલર લિસ્ટિંગને યુનિવર્સલ સ્ટુડિયો ગ્રુપનો હિસ્સો યુનિવર્સલ ઈન્ટરનેશનલ સ્ટુડિયોઝનો વિભાગ એનબીસી યુનિવર્સલ ફોર્મેટ્સ દ્વારા વૈશ્વિક સ્તરે લાઈસન્સ્ડ છે.

ટ્રેલરની લિંકઃ https://www.instagram.com/reel/DAAvem4RW_D/?igsh=cTAyNTN4MTlxNHVq

દાનિશ ખાન, બિઝનેસ હેડ, સોની લાઈવ અને સ્ટુડિયોનેક્સ્ટ જણાવે છે કે,   “શાર્ક ટેન્ક અને માસ્ટરશેફની અદભુત સફળતા પછી અમે સોની લાઈવ ખાતે એમી નોમિની મિલિયન ડોલર લિસ્ટિંગ ભારતમાં લાવવા માટે ખુશી અનુભવીએ છીએ. શો અમારા દર્શકોને દેશનાં સૌથી લક્ઝુરિયસ ડ્રીમ હોમ્સની લેવેચમાં સંકળાયેલી ઈચ્છાઓ, વિગતો અને વાટાઘાટમાં અજોડ રીતે ઝાંખી કરાવે છે. સુસંગત, આકાંક્ષાત્મક અને અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી સિરીઝ અમારા દર્શકોને બહુ ગમશે એવો મને પૂરતો વિશ્વાસ છે.

એના લેન્ગનબર્ગ, એસવીપી ફોર્મેટ્સ સેલ્સ એન્ડ પ્રોડકશન, એનબીસી યુનિવર્સલ ફોર્મેટ્સ જણાવે છે કે, મિલિયન ડોલર લિસ્ટિંગ ભારતમાં લાવવાની તક અદભુત છે, જે સફળતા અને મહત્ત્વાકાંક્ષાની સરાહના કરતી બજારમાં લક્ઝરી રિયલ એસ્ટેટની આકાંક્ષાત્મક દુનિયા પ્રદર્શિત કરે છે. સોની લાઈવ અને એન્ડેમોલશાઈન ઈડિયા સાથે ફોર્મેટની બીજી આંતરરાષ્ટ્રીય આવૃત્તિ માટે ભાગીદારી અસાધારણ પ્રોપર્ટીઝ અને બોલ્ડ લાઈફસ્ટાઈલ્સ માટે પેશન ધરાવતા દર્શકો સાથે ઉત્તમ રીતે સુમેળ સાધશે. સિરીઝ સ્વર્ણિમ અને વૈવિધ્યપૂર્ણ દેશ સાથે કઈ રીતે સુમેળ સાધશે તે જોવાની અમને ઉત્સુકતા રહેશે.

રિશી નેગી, ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર, બાનીજય એશિયા અને એન્ડેમોલશાઈન ઈન્ડિયા જણાવે છે કે,  અમે મિલિયન ડોલર લિસ્ટિંગની વૈશ્વિક સફળતા ભારતમાં લાવવા માટે ભારે રોમાંચિત છીએ, જે સોની લાઈવ સાથે અમારા દીર્ઘ સ્થાયી જોડાણમાં રોમાંચક નવો અધ્યાય છે. અમને દેશની ફૂલતીફાલતી રિયલ એસ્ટેટ ક્ષિતિજનું નવું અને ગતિશીલ પરિપ્રેક્ષ્ય બતાવવામાં ગૌરવની લાગણી થાય છે. શો વૃદ્ધિ પામતા નવા ભારતની આકાંક્ષાઓ પ્રદર્શિત કરવા સાથે અમારા વૈવિધ્યપૂર્ણ દર્શકોની ઉત્ક્રાંતિ પામતી રુચિ સાથે સુમેળ સાધતી સંપૂર્ણ નવી ફોર્મેટ પણ રજૂ કરે છે. બાનીજય એશિયા ખાતે અમે ક્રિયાત્મક સીમા સતત પાર કરીને અમારો કન્ટેન્ટ પોર્ટફોલિયો વિસ્તારવા માટે કટિબદ્ધ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.